Cricket World Cup 2023 NZ vs AFG: શું ન્યૂઝિલેન્ડને હરાવી શકશે અફધાનિસ્તાન, જાણો કોનુ પલડુ રહેશે ભારી, પીચ રિપોર્ટ | Moneycontrol Gujarati
Get App

Cricket World Cup 2023 NZ vs AFG: શું ન્યૂઝિલેન્ડને હરાવી શકશે અફધાનિસ્તાન, જાણો કોનુ પલડુ રહેશે ભારી, પીચ રિપોર્ટ

ODI World Cup 2023 Today Match: ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે 18 ઓક્ટોબરે મુકાબલો થવા જઈ રહ્યો છે. બંને ટીમો ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ટકરાશે. આ વનડેમાં ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે આ ચોથી મેચ હશે. એક તરફ ન્યુઝીલેન્ડ પોઈન્ટ ટેબલ પર બીજા સ્થાને છે. જ્યારે અફઘાનિસ્તાન 17 ઓક્ટોબરે ઈંગ્લેન્ડ સામેની પ્રથમ જીત બાદ પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને આવી ગયું છે. આ ODI વર્લ્ડ કપમાં બંને ટીમો વચ્ચે આ પ્રથમ મેચ છે. જાણો પ્લેઇંગ ઇલેવનમાં કેટલો બદલાવ આવ્યો-

અપડેટેડ 10:47:53 AM Oct 18, 2023 પર
Story continues below Advertisement
આજે એમએ ચિંદબરમ સ્ટેડિયમમાં ન્યુઝિલેન્ડ અને બાંગ્લાદેશની ટક્કર થવા જઈ રહી છે.

Cricket World Cup 2023 NZ vs AFG: ICC વર્લ્ડ કપ 2023 ની શરૂઆત 5 ઑક્ટોબરના અમદાવાદ સ્ટેડિયમમાં ઈંગ્લેંડ વર્સિસ ન્યૂઝિલેન્ડની ટક્કરથી શરૂ થયો. આ ક્રિકેટના મહાકુંભમાં 46 દિવસોમાં 48 મેચ થશે. 10 ટીમ 10 ક્રિકેટ ગ્રાઉંડ્સમાં વર્લ્ડ કપની ટ્રૉફીને પોતાના નામે કરવાની કોશિશ કરશે. પહેલીવાર ભારતને વર્લ્ડકપની હોસ્ટીંગ કરવાની તક મળી રહી છે જ્યારે તેની પહેલા ચાર વાર તે બીજા દેશોની સાથે મળીને 1987, 1996 અને 2011 ના વનડે ક્રિકેટ વર્લ્ડ કપની સંયુક્ત હોસ્ટિંગ કરી ચુકી છે. 18 ઑક્ટોબરના ચેન્નઈના ચેપૉક સ્થિત એમએ ચિંદબરમ સ્ટેડિયમમાં ન્યુઝિલેન્ડ અને બાંગ્લાદેશની ટક્કર થવા જઈ રહી છે. જાણો આ વર્લ્ડ કપમાં કઈ ટીમનું પલડુ છે ભારી -

હેડ ટૂ હેડ રિકૉર્ડ

ન્યૂઝીલેંડ અને અફધાનિસ્તાનની ટીમ અત્યાર સુધી ODI ફૉર્મેટમાં 2 વાર સામ-સામે આવી છે જેમાંથી ન્યૂઝીલેંડે બેન્ને વાર મુકાબલો જીત્યો છે. આ બન્ને મુકાબલા ODI વર્લ્ડ કપના જ હતા. ન્યૂઝીલેંડે 5 ઑક્ટોબરના આયોજિત થયેલા અને પોતાના પહેલા ODI વર્લ્ડ કપ મેચમાં ઈંગ્લેંડને ઘણા મોટા અંતરથી હરાવ્યુ હતુ. ત્યાર બાદ નેધરલેંડ અને બાંગ્લાદેશને હરાવીને પોઈન્ટ ટેબલ પર બીજા નંબર પર છે. જ્યારે અફધાનિસ્તાન સતત બે મેચ બાંગ્લાદેશ અને ભારતથી હારી છે. ત્યાર બાદ હાલમાં થયેલ ઈંગ્લેન્ડથી ટક્કરમાં તેને મોટા અંતરથી મેચને જીત્યો.


ન્યૂઝીલેંડ અને અફધાનિસ્તાન માંથી કઈ ટીમનું પલડુ ભારી

ન્યૂઝીલેંડે પહેલા મેચમાં ઈંગ્લેંડની ટીમને 9 વિકેટોની સાથે હાર આપી હતી. ન્યૂઝીલેંડે નેધરલેંડને બીજા મુકાબલામાં 323 રનોનું લક્ષ્ય આપ્યુ હતુ. આ મેચને ન્યૂઝીલેંડે 99 રનોથી જીત્યુ હતુ. બાંગ્લાદેશની વિરૂદ્ઘ ત્રીજા મુકાબલે ન્યૂઝીલેંડે 8 વિકેટોથી જીત્યુ હતુ. ત્યારે વાત કરીએ અફધાનિસ્તાનની તો તેનો મુકાબલો બાંગ્લાદેશ સાથે હતો જેને તેમણે 6 વિકેટથી હરાવ્યુ હતુ. બીજા મુકાબલમાં અફધાનિસ્તાને ભારતથી 8 વિકેટથી મુકાબલો હરાવ્યો હતો. અફધાનિસ્તાનને ઈંગ્લેંડને 69 રનોથી હરાવીને 15 ઑક્ટોબરના પહેલી જીત પોતાના નામે કરી.

એમ ચિદંબરમ સ્ટેડિયમની પિચ રિપોર્ટ

એમએ ચિદંબરમ સ્ટેડિયમની પિચથી બેટ્સમેન અને બોલર બન્નેને ફાયદો મળે છે. જેમ-જેમ મેચ આગળ વધે છે, વિકેટ ધીમી થતી જાય છે. ત્યાર પછી બોલર તેની પકડ બનાવામાં સફળ થાય છે. ચેન્નઈની પિચ પર બીજી ટીમને રન બનાવા મુશ્કિલ થઈ જાય છે. તે પિચ પર સરેરાશ ODI સ્કોર 224 છે. જ્યારે, વધારેતમ 337 રનોના સ્કોર તે પિચ પર બનાવ્યા હતા. પહેલા બોલર અને બેટ્સમેન લેવા વાળાની જીતના આંકડામાં વધારે અંતર નથી.

NZ vs AFG ની સંભાવિત પ્લેઈંગ ઈલેવન

ન્યૂઝિલેંડ: ડેવન કૉનવે, વિલ યંગ, રચિન રવિંદ્ર, ડેરિલ મિચેલ, ટૉમ લેથમ (કેપ્ટન), ગ્લેન ફિલિપ્સ, માર્ક ચેપમેન, મિચેલ સેંટનર, મેટ હેનરી, લૉકી ફર્ગ્યુસન, ટ્રેંડ બોલ્ટ.

અફધાનિસ્તાન: રહમાનુલ્લાહ ગુરબાજ, ઈબ્રાહિમ જદરાન, રહમત શાહ, હશમતુલ્લાહ શહીદી (કેપ્ટન), અજમતુલ્લાહ ઓમરજાઈ, મોહમ્મદ નબી, ઈકરામ અલીખિલ, રાશિદ ખાન, મુજીબ ઉર રહમાન, નવીન-ઉલ-હક, ફઝલહક ફારૂકી.

MoneyControl News

MoneyControl News

First Published: Oct 18, 2023 10:06 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.