Crypto News: ભારતમાં ક્રિપ્ટો પીટુપી કૌભાંડ વધતા ડિજિટલ એસેટ એજ્યુકેશન જરૂરી | Moneycontrol Gujarati
Get App

Crypto News: ભારતમાં ક્રિપ્ટો પીટુપી કૌભાંડ વધતા ડિજિટલ એસેટ એજ્યુકેશન જરૂરી

શરૂઆતથી જ ભારતીય ક્રિપ્ટોકરન્સી બજારમાં પીર-ટુ-પીર (પીટુપી) ટ્રેડિંગ મુખ્ય છે. પીટુપી ટ્રેડિંગ એટલે બે યુઝર વચ્ચે ક્રિપ્ટોકરન્સીની ખરીદ-વેચાણ મધ્યસ્થી વિના થાય છે. પીટુપી એક્સચેન્જો એ ખરીદદાર અને વેચાણકર્તાને લિન્ક કરે છે અને તેમની એસક્રો સર્વિસીસના માધ્યમે સુરક્ષા પણ પ્રદાન કરે છે. પરંતુ પીટુપી કૌભાંડમાં પણ વધારો થઈ રહ્યો છે.

અપડેટેડ 04:23:57 PM Aug 24, 2023 પર
Story continues below Advertisement

શરૂઆતથી જ ભારતીય ક્રિપ્ટોકરન્સી બજારમાં પીર-ટુ-પીર (પીટુપી) ટ્રેડિંગ મુખ્ય છે. પીટુપી ટ્રેડિંગ એટલે બે યુઝર વચ્ચે ક્રિપ્ટોકરન્સીની ખરીદ-વેચાણ મધ્યસ્થી વિના થાય છે. પીટુપી એક્સચેન્જો એ ખરીદદાર અને વેચાણકર્તાને લિન્ક કરે છે અને તેમની એસક્રો સર્વિસીસના માધ્યમે સુરક્ષા પણ પ્રદાન કરે છે. પરંતુ પીટુપી કૌભાંડમાં પણ વધારો થઈ રહ્યો છે.

સેન્ટ્રલાઈઝ્ડ એક્સચેન્જોની સરખામણીએ પીટુપીના અમૂક ફાયદા છે જેમ કે વૈશ્વિક એક્સેસિબિલિટી, પેમેન્ટ માટેના વિવિધ વિકલ્પો અને કોઈ પણ ટ્રાન્ઝેક્શન ફી ચૂકવવી પડતી નથી. ભારતમાં સેન્ટ્રલાઈઝ્ડ એક્સચેન્જો અને સર્વિસ પ્રોવાઈડર્સ ઉપર સરકારી નિયમોનું દબાણ વધુ છે તેથી પીટુપી માર્કેટપ્લેસ ક્રિપ્ટો ટ્રેડર્સ માટે વધુ અનુકુળ છે.

ભારતમાં એપ્રિલ ૨૦૧૮માં રિઝર્વ બૅન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ ક્રિપ્ટોકરન્સી બિઝનેસમાં બૅન્કિંગ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો તે પછી ક્રિપ્ટો ટ્રેડર્સ માટે પીટુપીનું મહત્વ વધુ હતું. જોકે, માર્ચ ૨૦૨૦માં સુપ્રિમ કોર્ટે બૅન્કિંગ પ્રતિબંધ પાછો પણ ખેંચ્યો હતો. હજી સુધી નિયામકી સ્પષ્ટતા નહીં હોવાથી બૅન્કો ક્રિપ્ટો એક્સચેન્જોને સર્વિસીસ પુરી પાડવામાં અચકાય છે તેથી પીટુપી પ્લેટફોર્મ્સની ભૂમિકા મહત્વની છે.


સ્થાનિક ક્રિપ્ટોકરન્સી બજારમાં ૨૦૨૧-૨૨માં તેજી હતી. ક્રિપ્ટો ટ્રેડિંગ વોલ્યુમ અને ક્રિપ્ટો પ્લેટફોર્મ્સમાં નોંધપાત્ર વધારો થયો હતો. પરિણામે સરકારના રડારમાં આ ક્ષેત્ર આયુ હતું. ક્રિપ્ટો ઉદ્યોગ એક વ્યવસ્થિત નિયામકી માળખાની માગ કરી રહ્યા છે. ટેક્સ રેટ વધુ હોવાથી એક્સચેન્જોની નફાશક્તિ ઘટી છે પરંતુ પીટુપી પ્લેટફોર્મ્સનાં વોલ્યુમમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે.

પીટુપી ટ્રેડિંગ વોલ્યુમમાં વધારો થવાની સાથે કૌભાંડમાં પણ વધારો થયો છે. કૌભાંડીઓ ચોરી કરેલા બૅન્કિંગ ડેટા અથવા ગ્રાહકોને વધુ નફો કરી આપવાના ખોટા આશ્વાસન આપીને બૅન્કિંગ માહિતી મેળવી લેતા હોય છએ અને પછી તે માહિતીનો દુરઉપયોગ કરે છે. જુલાઈની શરૂઆતમાં જ ઉજ્જૈનમાં બે લોકોની ધરપકડ બાઈનાન્સ પીટુપી કૌભાંડના લીધે થઈ હતી. પોલિસે બનાવટી બૅન્ક ખાતા, એટીએમ કાર્ડસ અને દસ્તાવેજો કૌભાંડીઓ પાસેથી જપ્ત કર્યા હતા. આરોપીઓ ચોરી કરેલા ડેટાનો ઉપયોગ પ્રચલિત પીટુપી પ્લેટફોર્મ- બાઈનાન્સ અને વઝીરએક્સમાં પીટુપી ખાતા બનાવવા માટે કરતા હતા.

ભારતમાં પીટુપી કૌભાંડના ઘણા કેસ છે. તેથી ડિજિટલ એસેટ એજ્યુકેશન જરૂરી છે. પોતાના બૅન્કની વિગતોને સાચવી રાખવી જોઈએ. તેમ જ વધુ નફો કરાવી આપશે એવા આશ્વાસન આપતા પ્રોવાઈડર્સની અંતર રાખવો જોઈએ. ઉદ્યોગના નિષ્ણાતો પણ કહે છે કે પીટુપી ખૂબ જ જોખમી છે.

MoneyControl News

MoneyControl News

First Published: Aug 24, 2023 4:23 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.