‘ચીનની કોઈ પણ સુંદર મહિલા હોય તો લોકો તેને જાસૂસ કહી દે છે...': Nvidiaના પૂર્વ CEO જેન્સન હુઆંગના બચાવમાં ઉતર્યા ડોનાલ્ડ ટ્રમ્પ | Moneycontrol Gujarati
Get App

‘ચીનની કોઈ પણ સુંદર મહિલા હોય તો લોકો તેને જાસૂસ કહી દે છે...': Nvidiaના પૂર્વ CEO જેન્સન હુઆંગના બચાવમાં ઉતર્યા ડોનાલ્ડ ટ્રમ્પ

Donald Trump Defends Jensen Huang: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે લગ્નેતર સંબંધો અને ચીની જાસૂસી વિવાદમાં ફસાયેલા Nvidiaના પૂર્વ CEO જેન્સન હુઆંગનો બચાવ કર્યો છે અને તેમની વાપસીને સમર્થન આપ્યું છે.

અપડેટેડ 12:07:28 PM Nov 17, 2026 પર
Story continues below Advertisement
આ સમગ્ર વિવાદના કેન્દ્રમાં સિંગાપોર સ્થિત ક્લાઉડ સર્વિસિસ કંપની 'મેગાસ્પીડ ઇન્ટરનેશનલ'ની પૂર્વ એક્ઝિક્યુટિવ એલિસ હુઆંગ (Alice Huang) છે, જેના પર ચીન માટે જાસૂસી કરવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી.

Nvidia Former CEO Jensen Huang: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે એક્સ્ટ્રા મેરિટલ અફેર (લગ્નેતર સંબંધો) અને ચીની જાસૂસીના વિવાદોમાં ઘેરાયેલા વિશ્વની સૌથી મોટી ચિપમેકર કંપની Nvidiaના પૂર્વ CEO જેન્સન હુઆંગ (Jensen Huang)નો ખુલ્લો બચાવ કર્યો છે. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે જો જેન્સન હુઆંગ ફરીથી કંપનીના પ્રમુખ તરીકે વાપસી કરે છે, તો તેમને તેનાથી કોઈ જ વાંધો નથી. ટ્રમ્પના મતે, પૂર્વ ચીફ એક્ઝિક્યુટિવે આ સમગ્ર વિવાદમાંથી હવે યોગ્ય બોધપાઠ લઈ લીધો છે.

ચીની જાસૂસીના આરોપો પર ટ્રમ્પે ઉઠાવ્યા સવાલ

આ સમગ્ર વિવાદના કેન્દ્રમાં સિંગાપોર સ્થિત ક્લાઉડ સર્વિસિસ કંપની 'મેગાસ્પીડ ઇન્ટરનેશનલ'ની પૂર્વ એક્ઝિક્યુટિવ એલિસ હુઆંગ (Alice Huang) છે, જેના પર ચીન માટે જાસૂસી કરવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી. આ મામલે પ્રમુખ ટ્રમ્પે એલિસ હુઆંગ સામે લાગેલા આરોપો પર જ સવાલ ઉઠાવતા કહ્યું કે:


"સામાન્ય રીતે એવું બનતું હોય છે કે ચીનથી આવતી કોઈ પણ સુંદર મહિલા હોય, તો લોકો તેને જાસૂસ કહી દેતા હોય છે." "એલિસ જાસૂસીમાં સામેલ હતી તેવું માનવા માટે કોઈ જ નક્કર કારણ નથી અને ચીની ઇન્ટેલિજન્સ ઓપરેશન્સ સાથે તેના જોડાણના કોઈ પુરાવા અંગે પણ કોઈ યોગ્ય જાણકારી નથી."

33 વર્ષ બાદ આપ્યું હતું રાજીનામું, હવે વાપસીની ચર્ચા તેજ

ઉલ્લેખનીય છે કે જેન્સન હુઆંગે લગભગ 33 વર્ષ સુધી Nvidia નું સફળ નેતૃત્વ કર્યા બાદ ગત 12 નવેમ્બરના રોજ પોતાના પદ પરથી અચાનક રાજીનામું આપી દીધું હતું. અંગત સંબંધો અને જાસૂસીની આશંકા અંગેના અહેવાલો સામે આવ્યા બાદ તેમણે આ નિર્ણય લીધો હતો. તેમના રાજીનામા બાદ કંપનીના CFO કોલેટ ક્રેસને વચગાળાના CEO તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. જોકે, રાજીનામું આપ્યાના ગણતરીના દિવસોમાં જ હુઆંગ ફરી એકવાર કંપનીની કમાન સંભાળી શકે છે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.

ટ્રમ્પના નિવેદનથી હુઆંગની વાપસીનો માર્ગ મોકળો થયો

અહેવાલો મુજબ, સિલિકોન વેલીના અનેક મોટા ટેકનોલોજી દિગ્ગજો જેન્સન હુઆંગને ફરીથી Nvidia ના CEO બનાવવા માટે કંપનીના બોર્ડ પર સતત દબાણ લાવી રહ્યા છે. આ ઝુંબેશને સફળ બનાવવા માટે અમેરિકાના વ્હાઇટ હાઉસનું સમર્થન મેળવવાના પ્રયાસો પણ તેજ કરવામાં આવ્યા હતા, જેમાં હવે ખુદ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હકારાત્મક સંકેત આપીને જેન્સન હુઆંગની વાપસીનો માર્ગ મોકળો કરી દીધો છે.

આ પણ વાંચો - અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવું હવે લોઢાના ચણા ચાવવા જેવું! US સરકારે 20 વર્ષ બાદ બદલ્યા નિયમો, ભારતીયોની વધશે મુશ્કેલી

MoneyControl News

MoneyControl News

First Published: Nov 17, 2026 12:07 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.