જાણીતી ફાર્માસ્યુટિકલ કંપની Eli Lillyએ ભારતમાં સ્થૂળતા અને ટાઇપ 2 ડાયાબિટીસ માટે સાપ્તાહિક ઇન્જેક્શન, મોન્જારો (ટિર્ઝેપેટાઇડ) લોન્ચ કર્યું. કંપનીને ભારતમાં આ દવા લોન્ચ કરવા માટે ભારતના સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO) તરફથી પરમિશન મળી ગઈ છે. જોકે, કંપનીએ હજુ સુધી ભારતમાં મોન્જારોની કિંમત અંગે ચર્ચા કરી નથી, મોન્જારોની અમેરિકા અને યુરોપમાં ભારે માંગ છે. ભારતમાં તેનું લોન્ચિંગ ઉભરતા બજારોમાં નવા ઉપચારોની પહોંચ વધારવાની લિલીની વ્યાપક સ્ટ્રેટેજીનો એક ભાગ છે.
દવાઓની સસ્તી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે તૈયારીઓ
સમાચાર અનુસાર, કંપની હેલ્થ કેર પ્રોવાઇડર્સ, ઇન્સ્યોરન્સ કંપનીઓ અને પોલીસી નિર્માતાઓ સાથે મળીને દવાની સસ્તી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરી રહી છે. મોન્જારો GIP અને GLP-1 હોર્મોન રીસેપ્ટર્સ બંનેને એક્ટિવ કરે છે, ક્લિનિકલ ટ્રાયલ્સમાં નોંધપાત્ર વજન ઘટાડા અને બ્લડ સુગર કંટ્રોલ દર્શાવ્યું છે. GLP-1, અથવા ગ્લુકોગન જેવા પેપ્ટાઇડ-1, માનવ શરીરમાં ઉત્પન્ન થતા હોર્મોન્સ છે જે બ્લડ સુગરના લેવલ અને ભૂખને કંટ્રોલ કરવામાં મહત્વપૂર્ણ છે.
સ્થૂળતા અને ડાયાબિટીસ મુખ્ય જાહેર આરોગ્ય ચેલેન્જો
વધુમાં, ત્રણમાંથી એક દર્દીએ તેમના શરીરના વજનના 25%થી વધુ ઘટાડો કર્યો, જે પ્લેસબો જૂથમાં જોવા મળતા 1.5% કરતા નોંધપાત્ર રીતે વધારે છે. લિલી ઇન્ડિયાના સિનિયર મેડિકલ ડિરેક્ટર ડૉ. મનીષ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે ભારતમાં મોન્જારો "મેટાબોલિક સ્વાસ્થ્ય વ્યવસ્થાપન માટે એક નવો અભિગમ પ્રોવાઇડ કરશે.’