ગુજરાત સીઆઈડી (ક્રાઈમ) ના સાયબર ક્રાઈમ સેલે બુધવારે મહારાષ્ટ્રના થાણેના મીરા રોડ પરથી પાંચ લોકોની ધરપકડ કરી હતી, જેઓ શેરબજારમાં રોકાણ સલાહ આપવાના નામે લોકોને છેતરવા માટે ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવી રહ્યા હતા. સુરેન્દ્રનગરના અશોક પટેલ અને રાજપીપળાના કલ્યાણી પાટીલ- બે પીડિતોએ ફરિયાદ નોંધાવ્યા બાદ સાયબર ક્રાઇમ સેલે તપાસ શરૂ કરી હતી. ધરપકડ કરાયેલા આરોપીઓમાં મોહમ્મદ ઝાહિદ શેખ, શકીલ ચૌહાણ, ફૈઝાન ચૌહાણ, મોહમ્મદ જુનૈદ શેખ અને રમીઝ શિપાઈનો સમાવેશ થાય છે. બધા આરોપીઓ ગુજરાતના મહેસાણા જિલ્લાના રહેવાસી છે.