Fire in China Shopping Mall: ચીનના દક્ષિણ-પશ્ચિમમાં સ્થિત ઝિગોંગ શહેરમાં એક 'શોપિંગ મોલ'માં ભયાનક આગની ઘટના સામે આવી છે. આ ભયાનક આગમાં 16 લોકોના મોત થયા હતા. જ્યારે મોટી સંખ્યામાં લોકો દાઝી ગયા છે અને ઘાયલ થયા છે. ચીનના સરકારી મીડિયાએ આ માહિતી આપી છે. રાજ્ય સમાચાર એજન્સી સિન્હુઆના જણાવ્યા અનુસાર, બુધવારે સાંજે 6 વાગ્યા પછી, અગ્નિશામકો અને બચાવ ટીમને 14 માળના મોલમાં આગ લાગવાની માહિતી મળી, ત્યારબાદ બચાવકર્મીઓ સ્થળ પર પહોંચ્યા અને 75 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા. બચાવ કાર્ય ચાલુ છે.



