નાણાં મંત્રાલયે 4 માર્ચે જાહેર ક્ષેત્રની બેન્કોના વડાઓ સાથેની સમીક્ષા બેઠક એક દિવસ માટે મુલતવી રાખી છે. મંત્રાલય હવે 5 માર્ચે જાહેર ક્ષેત્રની બેન્કો (PSBs)ના વડાઓ સાથે કામગીરી સમીક્ષા બેઠક યોજશે. પીટીઆઈના સમાચાર અનુસાર, સૂત્રોએ જણાવ્યું હતું કે નાણાકીય સેવા સચિવ એમ નાગરાજુની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠકમાં નાણાકીય સમાવેશ યોજનાઓના નાણાકીય પર્ફોમન્સ અને પ્રગતિની સમીક્ષા કરવામાં આવશે. ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ-ડિસેમ્બરના સમયગાળામાં, 12 જાહેર ક્ષેત્રની બેન્કોએ અત્યાર સુધીનો સૌથી વધુ 1.29 લાખ કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે, જે વાર્ષિક ધોરણે 31.3 ટકાનો ગ્રોથ દર્શાવે છે.