Gujarat weather: ગુજરાતમાં આ તારીખથી ફરી વરસાદનું જોર વધશે, હવામાન વિભાગની આગાહી | Moneycontrol Gujarati
Get App

Gujarat weather: ગુજરાતમાં આ તારીખથી ફરી વરસાદનું જોર વધશે, હવામાન વિભાગની આગાહી

Gujarat daily weather report: ડાંગમાં રાત્રી દરમિયાન વાતાવરણમાં પલટો આવ્યો હતો. વઘઇમાં ગાજવીજ સાથે રાત્રે મેઘરાજા મહેરબાન થયા હતા.

અપડેટેડ 05:48:21 PM Sep 22, 2023 પર
Story continues below Advertisement
Gujarat daily weather report: 25મી સપ્ટેમ્બરથી દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

Gujarat daily weather report: રાજ્યમાં ફરી વાતાવરણમાં પલટો આવી રહ્યો છે. ધોધમાર વરસાદને સ્થાને વાદળછાયું વાતાવરણ અને તાપનો વારો આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. આ સ્થિતિમાં અમદાવાદના હવામાન કેન્દ્ર દ્વારા આગામી દિવસોમાં કેવું વાતાવરણ રહેશે તે અંગે આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યુ છે કે, રાજ્યમાં પાંચ દિવસ છૂટોછવાયો વરસાદ રહેશે. 25મી સપ્ટેમ્બરથી દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર મનોરમા મોહન્તીએ ગુજરાતના વાતાવરણ અંગે પાંચ દિવસની આગાહી કરી છે. જેમા તેમણે જણાવ્યુ છે કે, રાજ્યમાં ચાર દિવસ છૂટોછવાયો વરસાદ રહેશે. ચાર દિવસ સુધી હળવો વરસાદ થઇ શકે છે. પાંચમા દિવસથી વરસાદ પડવાની શક્યતા વધી જશે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ થઇ શકે છે. ચોથા દિવસથી દક્ષિણ ગુજરાતમાં વરસાદ વધવાની શક્યતા છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં પાંચમા-છઠ્ઠા દિવસથી વરસાદ વધવાની શક્યતા છે. આ સાથે સૌરાષ્ટ્રમાં પણ સામાન્ય વરસાદ થઇ શકે છે.

હવામાન વિભાગની આગાહી પરથી કહી શકાય કે, 25મી સપ્ટેમ્બર બાદ ફરી વરસાદનો રાઉન્ડ આવે છે. 25મી સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે 26, 27 સપ્ટેમ્બરે ગુજરાતના ભાગોમાં વરસાદની આગાહી છે. 25મી સપ્ટેમ્બર સુધી વરસાદનું જોર ઓછું હશે જે બાદ વરસાદનુ જોર વધી શકે છે.


આજની વાત કરીએ તો, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થઈ શકે છે. દમણ, દાદરાનગરહવેલી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, દીવમાં મધ્યથી સામાન્ય વરસાદ થઈ શકે આજે 40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

ડાંગમાં રાત્રી દરમિયાન વાતાવરણમાં પલટો આવ્યો હતો. વઘઇમાં ગાજવીજ સાથે રાત્રે મેઘરાજા મહેરબાન થયા હતા. પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી હતી. .મેઘરાજાએ સવારી કરતા રસ્તા પાણી પાણી થયા હતા.

MoneyControl News

MoneyControl News

First Published: Sep 22, 2023 5:48 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.