Gujarat Heavy rainfall: રાજ્યભરમાં મૂશળધાર વરસાદ, 251 તાલુકામાં મેઘો મહેરબાન, ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ | Moneycontrol Gujarati
Get App

Gujarat Heavy rainfall: રાજ્યભરમાં મૂશળધાર વરસાદ, 251 તાલુકામાં મેઘો મહેરબાન, ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ

Gujarat Heavy rainfall: રાજ્યભરમાં સાતમ-આઠમના દિવસે મેઘાનું રૌદ્ર રૂપ જોવા મળ્યું છે. સમગ્ર ગુજરાતમાં મેઘમહેર થઈ છે. રાજ્યના 251 તાલુકામાં વરસાદ નોંધાયો છે. 10 તાલુકામાં 11 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

અપડેટેડ 10:22:08 AM Aug 27, 2024 પર
Story continues below Advertisement
રાજ્યભરમાં સાતમ-આઠમના દિવસે મેઘાનું રૌદ્ર રૂપ જોવા મળ્યું છે

ગુજરાતમાં જન્માષ્ટમીના રોજ મેઘાનું રૌદ્ર રૂપ જોવા મળ્યું છે. સમગ્ર ગુજરાતમાં મેઘમહેર થઈ છે. રાજ્યના 251 તાલુકામાં વરસાદ નોંધાયો છે. 10 તાલુકામાં 11 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ મોરબીના ટંકારા અને પંચમહાલના મોરવાહડફમાં સાડા 13 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. ત્યારે જાણો ગુજરાતના ક્યાં તાલુકામાં કેટલો વરસાદ નોંધાયો છે.

છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા

ટંકારા અને મોરવાહડફમાં સાડા 13 ઈંચથી વધુ, નડિયાદમાં 12.8 ઈંચ, બોરસદમાં 12.5 ઈંચ, વડોદરામાં 12.5 ઈંચ, આણંદમાં 12.3 ઈંચ, પાદરામાં 12.3 ઈંચ, ખંભાતમાં 12.1 ઈંચ, ગોધરામાં 12 ઈંચ, તારાપુરમાં 12 ઈંચ વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગની આગાહી

આજે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, તાપી, નવસારી, વલસાડ, પંચમહાલ, દાહોદમાં અતિથી અતિભારે વરસાદ થઇ શકે છે. અમરેલી, ગીર સોમનાથ, અમદાવાદ, ખેડા, આણંદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, પંચમહાલ, ડાંગમાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે. બોટાદ, ભાવનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગરમાં ભારે વરસાદ થઇ શકે છે.


MoneyControl News

MoneyControl News

First Published: Aug 27, 2024 10:22 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.