Himachal Pradesh Flood: હિમાચલ પ્રદેશમાં પૂરની તબાહીથી 8,000 કરોડનું નુકસાન, 70,000 પ્રવાસીઓને સુરક્ષિત સ્થળોએ ખસેડાયા | Moneycontrol Gujarati
Get App

Himachal Pradesh Flood: હિમાચલ પ્રદેશમાં પૂરની તબાહીથી 8,000 કરોડનું નુકસાન, 70,000 પ્રવાસીઓને સુરક્ષિત સ્થળોએ ખસેડાયા

Himachal Pradesh Flood: સીએમ સુખુએ અહીં જાહેર કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે રાજ્યમાં ફસાયેલા લગભગ 70,000 પ્રવાસીઓને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા, જ્યારે 15,000 વ્હીકલને બહાર મોકલવામાં આવ્યા હતા. લગભગ 500 પ્રવાસીઓએ પોતાની મરજીથી અહીં રહેવાનું નક્કી કર્યું. કુલ્લુ જિલ્લાના કસોલ, મણિકરણ અને અન્ય નજીકના વિસ્તારોમાં ફસાયેલા કેટલાક પ્રવાસીઓએ તેમના વ્હીકલ વિના જવાનો ઇનકાર કર્યો છે.

અપડેટેડ 10:59:26 AM Jul 16, 2023 પર
Story continues below Advertisement
હવામાન વિભાગના સ્થાનિક કાર્યાલયે 15 થી 17 જુલાઈ સુધી લાહૌલ-સ્પીતિ અને કિન્નૌર સિવાય રાજ્યના 12 માંથી 10 જિલ્લાઓમાં અલગ-અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરતા ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

Himachal Pradesh Flood: હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ શનિવારે કહ્યું કે ભારે વરસાદને કારણે રાજ્યને લગભગ 8,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. સ્ટેટ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરના જણાવ્યા અનુસાર, શુક્રવાર રાત સુધી નુકસાન આશરે રૂપિયા 4,000 કરોડ હતું અને સુખુએ કેન્દ્રીય ગૃહ મંત્રાલય પાસેથી રૂપિયા 2,000 કરોડની વચગાળાની રાહત માંગી છે.

સુખુએ અહીં જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે રાજ્યમાં ફસાયેલા લગભગ 70,000 પ્રવાસીઓને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા, જ્યારે 15,000 વ્હીકલને બહાર મોકલવામાં આવ્યા હતા. લગભગ 500 પ્રવાસીઓએ પોતાની મરજીથી અહીં રહેવાનું નક્કી કર્યું.

કુલ્લુ જિલ્લાના કસોલ, મણિકરણ અને અન્ય નજીકના વિસ્તારોમાં ફસાયેલા કેટલાક પ્રવાસીઓએ તેમના વ્હીકલ વિના જવાનો ઇનકાર કર્યો છે અને જ્યાં સુધી સ્થિતિ સામાન્ય ન થાય અને તમામ રસ્તાઓ ખોલવામાં ન આવે ત્યાં સુધી પાછા રહેવાનો નિર્ણય કર્યો છે.


કસોલ-ભુંતર રોડ પર ડંખરા પાસે ભૂસ્ખલન થતાં વ્હીકલ ફસાઈ ગયા હતા અને પ્રવાસીઓને બીજી તરફ જવા માટે ચાલવું પડ્યું હતું. રાજ્ય સરકારે કહ્યું કે આ પ્રવાસીઓની કાળજી લેવામાં આવી રહી છે.

આફતથી પ્રભાવિત 80 ટકા વિસ્તારોમાં વીજળી, પાણી અને ટેલિકોમ્યુનિકેશન સેવાઓ અસ્થાયી રૂપે પુનઃસ્થાપિત કરવામાં આવી છે અને બાકીના વિસ્તારોમાં શક્ય તેટલી વહેલી તકે આવશ્યક સેવાઓ પુનઃસ્થાપિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

હિમાચલ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (HRTC)ની બસ સેવા રૂટ 899 પર સ્થગિત રહી હતી અને 256 બસો અધવચ્ચે અટકાવી દેવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું કે HRTCને 5.56 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

દરમિયાન, હવામાન વિભાગના સ્થાનિક કાર્યાલયે 15 થી 17 જુલાઈ સુધી લાહૌલ-સ્પીતિ અને કિન્નૌર સિવાય રાજ્યના 12 માંથી 10 જિલ્લાઓમાં અલગ-અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરતા ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે તેણે ભૂસ્ખલન, અચાનક પૂર અને નદીઓ અને નાળાઓના જળસ્તરમાં વધારો થવાની પણ આગાહી કરી છે.

હવામાન કચેરીએ 18 જુલાઈએ ભારે વરસાદની યલો એલર્ટ ચેતવણી જાહેર કરી છે અને 21 જુલાઈ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે.

રાજ્યમાં જુલાઈમાં અત્યાર સુધીમાં 284.1 મીમી વરસાદ નોંધાયો છે, જે સામાન્ય 110.4 મીમી વરસાદ કરતાં 157 ટકા વધુ છે.

રાજ્યના કેટલાક ભાગોમાં હળવોથી ભારે વરસાદ ચાલુ રહ્યો હતો, જેમાં ધર્મશાળામાં 131 મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે, પાલમપુરમાં 51 મીમી, સુંદરનગર અને નાહન (દરેક 45 મીમી), કાંગડા (27 મીમી), મંડી અને નારકંડામાં 16 મીમી વરસાદ નોંધાયો હતો.

આ પણ વાંચો - Blood Sugar: કાજુ બદામનો જનક છે આ માવો, ડાયાબિટીસ જડમૂળથી થશે ખતમ, દવા વગર ઝડપથી બનશે ઇન્સ્યુલિન

MoneyControl News

MoneyControl News

First Published: Jul 16, 2023 10:59 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.