જો આજે એપ્લાય કરશો તો 179 વર્ષ પછી મળશે અમેરિકાનું ગ્રીન કાર્ડ, ભારતીય પ્રોફેશનલ્સ માટે આવ્યો ડરામણો રિપોર્ટ | Moneycontrol Gujarati
Get App

જો આજે એપ્લાય કરશો તો 179 વર્ષ પછી મળશે અમેરિકાનું ગ્રીન કાર્ડ, ભારતીય પ્રોફેશનલ્સ માટે આવ્યો ડરામણો રિપોર્ટ

અમેરિકામાં સેટલ થવાનું સપનું જોતા ભારતીયો માટે માઠા સમાચાર છે. નવા રિપોર્ટ મુજબ ભારતીયો માટે ગ્રીન કાર્ડનું વેઇટિંગ 179 વર્ષ સુધી પહોંચી શકે છે. જાણો શું છે નિયમ અને બેકલોગનું ગણિત.

અપડેટેડ 05:24:34 PM Sep 02, 2026 પર
Story continues below Advertisement
NFAPના આંકડા મુજબ, ડિસેમ્બર 2025 સુધીમાં અમેરિકામાં એમ્પ્લોયમેન્ટ-બેઝ્ડ ગ્રીન કાર્ડનો બેકલોગ 12 લાખનો આંકડો પાર કરી જશે.

US Green Card Waiting Time for Indians: જો તમે પણ અમેરિકામાં સ્થાયી થવાનું અને એમ્પ્લોયમેન્ટ-બેઝ્ડ ગ્રીન કાર્ડ મેળવવાનું સપનું જોઈ રહ્યા છો, તો આ સમાચાર તમારા હોશ ઉડાવી દેશે. અમેરિકાની જાણીતી થિંક-ટેન્ક નેશનલ ફાઉન્ડેશન ફોર અમેરિકન પોલિસીના એક લેટેસ્ટ રિપોર્ટમાં અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે. આ રિપોર્ટ મુજબ, જો કોઈ ભારતીય પ્રોફેશનલ જાન્યુઆરી 2026 અથવા તે પછી ગ્રીન કાર્ડ માટે અરજી કરે છે, તો તેને આ કાર્ડ મેળવવા માટે 179 વર્ષ જેટલી લાંબી રાહ જોવી પડી શકે છે.

અમેરિકાના અત્યંત કડક ઇમિગ્રેશન નિયમો અને પેન્ડિંગ પડેલી લાખો અરજીઓના પહાડને કારણે આ ભયાનક સ્થિતિ ઉભી થઈ છે. ચાલો સરળ ભાષામાં સમજીએ કે આ બેકલોગનું ગણિત શું છે અને શા માટે ભારતીયોને આટલો લાંબો સમય રાહ જોવી પડશે.

વેઇટિંગ લિસ્ટમાં 79 ટકા માત્ર ભારતીયો

NFAP ના આંકડા મુજબ, ડિસેમ્બર 2025 સુધીમાં અમેરિકામાં એમ્પ્લોયમેન્ટ-બેઝ્ડ ગ્રીન કાર્ડનો બેકલોગ 12 લાખનો આંકડો પાર કરી જશે. આશ્ચર્યની વાત એ છે કે આ 12 લાખ અરજીઓમાંથી લગભગ 10 લાખ અરજદારો માત્ર ભારતમાંથી છે. તેનો સીધો અર્થ એ છે કે, ગ્રીન કાર્ડની લાઇનમાં ઉભેલા કુલ લોકોમાંથી 79 ટકા હિસ્સો માત્ર ભારતીયોનો છે.

શા માટે સર્જાયું આ 179 વર્ષનું ચક્રવ્યૂહ?


આટલા લાંબા વેઇટિંગ પાછળ અમેરિકન કોંગ્રેસ દ્વારા વર્ષો પહેલા બનાવવામાં આવેલા બે મુખ્ય નિયમો જવાબદાર છે. અમેરિકામાં દર વર્ષે રોજગાર આધારિત માત્ર 1,40,000 ગ્રીન કાર્ડ જ ઈશ્યુ કરવાની મર્યાદા છે. આ નિયમ છેક વર્ષ 1990 માં નક્કી કરવામાં આવ્યો હતો. અમેરિકાના કાયદા મુજબ, કોઈપણ એક દેશના અરજદારોને કુલ ગ્રીન કાર્ડમાંથી 7 ટકાથી વધુ ગ્રીન કાર્ડ મળી શકે નહીં. પછી ભલે તે દેશની વસ્તી ગમે તેટલી વધારે હોય કે ત્યાંથી ગમે તેટલા લાયક અરજદારો કેમ ન આવતા હોય.

આંકડાઓથી સમજો કેવી રીતે વધતો ગયો બેકલોગ

WhatsApp Image 2026-09-02 at 5.23.54 PM

રિપોર્ટમાં ભૂતકાળના આંકડાઓ આપીને સમજાવવામાં આવ્યું છે કે આ ભીડ કેવી રીતે ભેગી થઈ.

વર્ષ 2016: EB-2 કેટેગરીમાં 98,594 ભારતીયોની અરજી મંજૂર થઈ હતી, પરંતુ નિયમોને કારણે માત્ર 4,407 લોકોને જ ગ્રીન કાર્ડ મળ્યું. બાકીના 94,000 થી વધુ લોકો લાઈનમાં જોડાઈ ગયા.

વર્ષ 2017: 84,928 ભારતીયોની અરજી સ્વીકારાઈ, પરંતુ ગ્રીન કાર્ડ મળ્યું માત્ર 3,328 લોકોને. ફરીથી લગભગ 81,600 લોકો વેઇટિંગ લિસ્ટમાં જતા રહ્યા.

વર્ષ 2018: 80,999 ભારતીયોને મંજૂરી મળી, પણ ગ્રીન કાર્ડ મળ્યું માત્ર 4,527 ને. આમ વધુ 76,472 લોકોનો બેકલોગમાં ઉમેરો થયો.

NFAPના એક અંદાજ મુજબ, ડિસેમ્બર 2025 સુધીમાં માત્ર EB-2 કેટેગરીમાં જ 7,31,566 ભારતીયો ગ્રીન કાર્ડના ઈન્તજારમાં ફસાયેલા હશે.

આ પણ વાંચો-નેપાળમાં પૂરની મહાત્રાસદી વચ્ચે સંસદમાં પીએમ બાલેન શાહે ભારત માટે કહી આ મોટી વાત, જાણો ચીનનું શું છે વલણ?

MoneyControl News

MoneyControl News

First Published: Sep 02, 2026 5:21 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.