આંતરરાષ્ટ્રીય નાણાકીય ફંડ (IMF) દ્વારા નાદાર પાકિસ્તાનને 1.02 અરબ ડોલરની લોનની બીજી હપ્તા તરીકે મંજૂરી આપવામાં આવી છે. ભારતે આ લોનનો સખત વિરોધ કર્યો હતો અને મતદાન પ્રક્રિયામાંથી બહાર રહેવાનું પસંદ કર્યું હતું. જોકે, આ વિરોધને અવગણીને પાકિસ્તાનને આ નાણાકીય સહાય આપવામાં આવી છે. નિષ્ણાતોના મતે, પાકિસ્તાન આ રકમનો ઉપયોગ પોતાની આર્થિક તંગી દૂર કરવા ઉપરાંત આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે પણ કરી શકે છે. ભારત સાથે તાજેતરના તણાવ બાદ પણ પાકિસ્તાને પોતાની હરકતો બંધ કરી નથી, જેને કારણે IMFના આ નિર્ણય પર ગંભીર સવાલો ઉભા થયા છે.