GST Collections: ભારત સરકારે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે GST કલેક્શન સંબંધિત ડેટા જાહેર કર્યો છે. જુલાઈ મહિનામાં સરકારનું GST કલેક્શન 1.65 લાખ કરોડ રૂપિયા હતું. જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળા કરતાં 11 ટકા વધુ છે. આ સાથે GST કલેક્શન 5મી વખત 1.60 લાખ કરોડ રૂપિયાને પાર કરી ગયું છે. નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે જુલાઈ મહિનામાં લોકલ ટ્રાજેક્શન (સેવાઓની આયાત સહિત) ની આવક ગયા વર્ષના સમાન મહિનાની આવક કરતાં 15 ટકા વધુ છે.