ભારતીય કંપનીઓ માટે જનરેટિવ AI એક મહત્વપૂર્ણ વ્યવસાયિક આવશ્યકતા બની ગઈ છે અને મોટાભાગની વ્યાપારિક દિગ્ગજો AIને પ્રાથમિકતા આપી રહી છે. એક રિપોર્ટમાંથી આ વાત સામે આવી છે. જોકે, આ કંપનીઓ માટે ટેકનોલોજીની સંપૂર્ણ કેપેસિટીનો ઉપયોગ કરવા માટે યોગ્ય AI અને સંબંધિત સ્કીલ ધરાવતા વ્યાવસાયિકો શોધવા એ એક મહત્વપૂર્ણ ચેલેન્જ છે, જે અંગે પ્રોફેશનલ નેટવર્કિંગ પ્લેટફોર્મ લિંક્ડઇનના એક અહેવાલમાં જણાવાયું છે. રિપોર્ટ અનુસાર, ભારતમાં લગભગ 54 ટકા HR વ્યાવસાયિકોએ જણાવ્યું હતું કે નોકરી મેળવનારા અરજદારોમાંથી માત્ર અડધા કે તેથી ઓછા લોકો પાસે બધી જરૂરી અને પસંદગીની લાયકાત છે.