US-China Trade War: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ચીન પર ટેરિફ લાદવામાં આવ્યા બાદ અમેરિકા અને ચીન વચ્ચે વેપાર યુદ્ધ શરૂ થયું છે. નિષ્ણાતો માને છે કે આવી સ્થિતિમાં, ભારતીય એક્સપોર્ટરને અમેરિકન બજારમાં તેમના શિપમેન્ટ વધારવામાં ફાયદો થઈ શકે છે. ભારતમાંથી એક્સપોર્ટમાં નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા છે. પીટીઆઈના સમાચાર અનુસાર, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પહેલા કાર્યકાળ દરમિયાન જ્યારે અમેરિકાએ ચીની માલ પર ઊંચા ટેરિફ લાદ્યા ત્યારે ભારત ચોથું સૌથી મોટું લાભાર્થી હતું.


