ભારતના વિદેશી મુદ્રા ભંડારની સાથે સોનાના ભંડારમાં પણ ઘટાડો, જ્યારે પાકિસ્તાનની તિજોરીમાં વધારો | Moneycontrol Gujarati
Get App

ભારતના વિદેશી મુદ્રા ભંડારની સાથે સોનાના ભંડારમાં પણ ઘટાડો, જ્યારે પાકિસ્તાનની તિજોરીમાં વધારો

ભારતનો વિદેશી હૂંડિયામણ ભંડાર: ભારતના સોનાના ભંડારનું મૂલ્ય $1.30 બિલિયન ઘટીને $73.27 બિલિયન થયું. સ્પેશિયલ ડ્રોઇંગ રાઇટ્સ (SDR) $27 મિલિયન વધીને $17.99 બિલિયન થયા.

અપડેટેડ 12:07:30 PM Mar 09, 2025 પર
Story continues below Advertisement
28 ફેબ્રુઆરીએ પૂરા થયેલા સપ્તાહમાં દેશનું વિદેશી મુદ્રા ભંડાર $1.78 બિલિયન ઘટીને $638.69 બિલિયન થયું હતું.

28 ફેબ્રુઆરીએ પૂરા થયેલા સપ્તાહમાં દેશનું વિદેશી મુદ્રા ભંડાર $1.78 બિલિયન ઘટીને $638.69 બિલિયન થયું હતું. ભારતીય રિઝર્વ બેન્કે (RBI) આ માહિતી આપી. ગયા અઠવાડિયે, દેશનો વિદેશી મુદ્રા ભંડાર $4.76 બિલિયન વધીને $640.48 બિલિયન થયો. સપ્ટેમ્બર 2024ના અંતમાં વિદેશી મુદ્રા ભંડાર $704.88 બિલિયનના ઓલટાઇમ હાઇ લેવલે પહોંચી ગયું હતું. રિઝર્વ બેન્કેના ડેટા અનુસાર, 28 ફેબ્રુઆરીના રોજ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી કરન્સી ભંડારનો મુખ્ય ઘટક, વિદેશી ચલણ સંપત્તિ $493 મિલિયન ઘટીને $543.35 બિલિયન થઈ ગઈ. ડોલરના સંદર્ભમાં દર્શાવવામાં આવેલી વિદેશી ચલણ સંપત્તિમાં વિદેશી હૂંડિયામણ અનામતમાં રાખવામાં આવેલા યુરો, પાઉન્ડ અને યેન જેવા બિન-યુએસ ચલણોના મૂલ્યમાં વધારો અથવા અવમૂલ્યનનો સમાવેશ થાય છે.

સોનાના ભંડારમાં ઘટાડો

જોકે, સમીક્ષા હેઠળના સપ્તાહમાં સોનાના ભંડારનું મૂલ્ય $1.30 બિલિયન ઘટીને $73.27 બિલિયન થયું. સ્પેશિયલ ડ્રોઇંગ રાઇટ્સ (SDR) $27 મિલિયન વધીને $17.99 બિલિયન થયા. રિઝર્વ બેન્કે ઓફ ઈન્ડિયાના ડેટા અનુસાર, આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) પાસે ભારતની અનામત સ્થિતિ $12 મિલિયન ઘટીને $4.08 બિલિયન થઈ ગઈ છે.

પાકિસ્તાનના ફોરેન એક્સચેન્જ રિઝર્વમાં વધારો

28 ફેબ્રુઆરીના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન સ્ટેટ બેન્કે ઓફ પાકિસ્તાન પાસે વિદેશી મુદ્રા ભંડારમાં વધારો થયો છે. તે $27 મિલિયન વધીને $11.25 બિલિયન થયું. તે જ સમયે, કોમર્સિયલ બેન્કો પાસે રહેલ વિદેશી મુદ્રા ભંડાર $4.62 બિલિયન સુધી પહોંચી ગયો. આ રીતે, પાકિસ્તાન પાસે કુલ પ્રવાહી વિદેશી હૂંડિયામણ ભંડાર $15.87 બિલિયન સુધી પહોંચી ગયો છે.


આ પણ વાંચો- RBIએ વિઝનરી ફાઇનાન્સપીઅર સહિત 4 NBFC પર ફટકાર્યો દંડ, જાણો કારણ

MoneyControl News

MoneyControl News

First Published: Mar 09, 2025 12:07 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.