Inflation in Pakistan: પાકિસ્તાનમાં મોંઘવારી તેની ટોચ પર છે. પાકિસ્તાનમાં એક કિલોગ્રામ ટમેટાની કિંમત 200 PKR (પાકિસ્તાની રૂપિયા) થી વધુ ચાલી રહી છે. તાજેતરમાં જિલ્લા સરકારે ટામેટાના ભાવ 100 રૂપિયા પ્રતિ કિલો નક્કી કર્યા બાદ ટામેટાંના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.
રિટેલ વેપારીઓએ ચલાવી લૂંટ
એક્સપ્રેસ ટ્રિબ્યુન અનુસાર, પેશાવરના ડેપ્યુટી કમિશનરે જિલ્લામાંથી ટામેટાંના પરિવહન પર પ્રતિબંધ મૂકતા કલમ 144 લાગુ કરવી પડી હતી. રિપોર્ટ અનુસાર લાહોરમાં ફળો અને શાકભાજી વેચતા દુકાનદારો પરિસ્થિતિનો ફાયદો ઉઠાવીને ટામેટાંના ભાવ વધારી રહ્યા છે.
પાકિસ્તાનમાં કિંમતો અંકુશની બહાર
ચિકન મીટના ભાવમાં PRK 56 પ્રતિ કિલોનો વધારો થયો છે, જેનો સત્તાવાર દર PRK 494 પ્રતિ કિલો છે પરંતુ બજારમાં તે PRK 520-700 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યો છે. A-ગ્રેડના બટાકાની કિંમત PRK 75-80 પ્રતિ કિલો નક્કી કરવામાં આવી છે, પરંતુ તે હજુ પણ ઊંચા ભાવે વેચાઈ રહી છે. ડુંગળીના સરકારી ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે, એ-ગ્રેડની ડુંગળીની કિંમત 100-105 રૂપિયા પ્રતિ કિલો નક્કી કરવામાં આવી છે, પરંતુ બજારોમાં ડુંગળીનો ભાવ 150 રૂપિયા પ્રતિ કિલો છે.