ISROSpaDeX: ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો)એ ગુરુવારે ફરી એકવાર ઇતિહાસ રચ્યો. ISROએ SpaDeX (સ્પેસ ડોકિંગ એક્સરસાઇઝ) મિશન હેઠળ બે સેટેલાઇટને ડોક કરવાની પ્રોસેસ સફળતાપૂર્વક પૂર્ણ કરી. અમેરિકા, રશિયા અને ચીન પછી, ભારત આ સિદ્ધિ હાંસલ કરનાર ચોથો દેશ બન્યો છે.

