MANIPUR VIOLENCE: હિંસાગ્રસ્ત મણિપુરના ખામેનલોક વિસ્તારના એક ગામમાં શંકાસ્પદ આતંકવાદીઓએ હુમલો કરતાં ઓછામાં ઓછા નવ લોકો માર્યા ગયા અને 10 અન્ય ઘાયલ થયા. પોલીસે બુધવારે આ જાણકારી આપી. અત્યાધુનિક શસ્ત્રોથી સજ્જ આતંકવાદીઓએ સવારે લગભગ 1 વાગ્યાની આસપાસ ઇમ્ફાલ પૂર્વ જિલ્લા અને કાંગપોકી જિલ્લાની સરહદે આવેલા ખામેનલોક વિસ્તારમાં ગ્રામજનોને ઘેરી લીધા હતા અને હુમલો કર્યો હતો. ઘાયલોને ઈમ્ફાલની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.



