Metaverse: ‘ઈકોનોમી 3.0’ માં મેટાવર્સ લાખો રોજગારનું નિર્માણ કરવા સક્ષમ
વિવિધ નકારાત્મક પરિબળોને લીધે વૈશ્વિક સ્તરે અર્થતંત્ર મંદ પડવાની ચિંતા છે. હાલના સમયમાં દરેક દેશની કેન્દ્રિય બૅન્કો પ્રયાસ કરી રહી છે કે મહામારીમાંથી માંડ બહાર આવેલી પરિસ્થિતિને ટકાવી રાખવા માટે બને તેટલી રોજગાર નિર્માણ કરવામાં આવે. લોકો પાસે રોજગાર હશે તો ફુગાવા સામે લડી શકાશે. ગ્રેટ ડિપ્રેશનથી લઈને અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ બરાક ઓબામાના અમેરિકન જોબ્સ એક્ટનો રોજગાર યોજનાઓનો લાંબો ઈતિહાસ છે
આજની તારીખમાં ટેકનોલોજીએ સ્થાન લીધુ છે. તેથી અમેરિકામાં ટેકનોલોજી ક્ષેત્રમાં કઈ રીતે વધુ રોજગાર નિર્માણ થઈ શકે એ તરફ વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યુ છે.
વિવિધ નકારાત્મક પરિબળોને લીધે વૈશ્વિક સ્તરે અર્થતંત્ર મંદ પડવાની ચિંતા છે. હાલના સમયમાં દરેક દેશની કેન્દ્રિય બૅન્કો પ્રયાસ કરી રહી છે કે મહામારીમાંથી માંડ બહાર આવેલી પરિસ્થિતિને ટકાવી રાખવા માટે બને તેટલી રોજગાર નિર્માણ કરવામાં આવે. લોકો પાસે રોજગાર હશે તો ફુગાવા સામે લડી શકાશે. ગ્રેટ ડિપ્રેશનથી લઈને અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ બરાક ઓબામાના અમેરિકન જોબ્સ એક્ટનો રોજગાર યોજનાઓનો લાંબો ઈતિહાસ છે.
આજની તારીખમાં ટેકનોલોજીએ સ્થાન લીધુ છે. તેથી અમેરિકામાં ટેકનોલોજી ક્ષેત્રમાં કઈ રીતે વધુ રોજગાર નિર્માણ થઈ શકે એ તરફ વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યુ છે. ક્રિપ્ટોકરન્સી બાબતે હજી નિયમન ઘડાઈ રહ્યા છે. તેમ જ ક્રિપ્ટોકરન્સી ઉપર ઘણા લોકોને વિશ્વાસ બેસતો નથી. તાજેતરમાં જ ટેરાના કડાકા બાદ ક્રિપ્ટો ઉપર સૌથી જોખમી અસ્ક્યામતનું ટેગ યથાવત્ છે.
જોકે, મેટાવર્સ ક્ષેત્રમાં નોંધપાત્ર વિકાસની અપેક્ષા છે. મેટાવર્સથી વાસ્તવિક દુનિયાને વર્ચ્યુઅલ વિશ્વ સાથે સંકલિત કરી શકાય છે. ગેમિંગ, મીટિંગ કરવા, માર્કેટ્સ વગેરે માટે મેટાસ્પેસ શ્રેષ્ઠ પ્લેટફોર્મ સાબિત થઈ રહ્યુ છે. હજી આ ક્ષેત્ર વિકાસ કરી રહ્યુ છે. નિષ્ણાતોનું કહેવુ છે કે વેબ૩માં મેટાવર્સ એ મુખ્ય પરિબળ હશે.
મેટાવર્સ વૈશ્વિક સ્તરે સતત વિસ્તરણ કરી રહ્યુ હોવાથી આ ક્ષેત્રમાં આગળ જતા લાખો રોજગાર નિર્માણ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ગેમિંગ ક્ષેત્રમાં ખુબ જ પ્રચલિત થઈ રહ્યુ છે. આમાં પ્લેયર્સ ગેમની અસ્ક્યામતો અને ટોકન્સ કલેક્ટ કરીને તેનું ટ્રેડિંગ કરી શકે છે એ પણ ખરા નાણામાં. એક અહેવાલમાં જણાવવામાં આવ્યુ છે કે વિકાસશીલ દેશો જેવા કે ફિલિપાઈન્સના નાગરિકો દિવસે 30 ડૉલર ટોકન્સના કલેક્શનની કમાઈ રહ્યા છે. તેઓ આ ટોકન કલેક્ટ કરવા માટે મેટાવર્સમાં એક ક્રિએચરની રચના કરે છે.
આગળ જતા સેલિબ્રિટીઝ અને ક્રિએટર્સ મેટાવર્સનો ઉપયોગ કરશે જેથી અન્યો મેટાવર્સમાં વર્ચ્યુઅલ અનુભવ માણી શકે. વર્ચ્યુઅલ વર્લ્ડમાં સેલિબ્રિટી સાથે વાત કરવા માટે તેનો ફેન ક્રિએટરને પેમેન્ટ કરશે. તેમ જ યુટ્યુબના ઈન્ફ્લુઅન્સર પણ આ મેટાવર્સનો ઉપયોગ પોતાના ફેન્સ સાથે વાતચીત કરવા માટે કરી શકે છે.
મેટાવર્સમાં એક ક્રિએટર કે પ્લેટફોર્મની પાછળ એક આખી ટીમ હોય છે. જેમ કે કોડર્સ, ડિઝાઈનર્સ, ટેસ્ટર્સ અને ડેવલપર્સ. વૈશ્વિક સ્તરે આજની તારીખમાં જ લાખો લોકો મેટાવર્સ ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે.
રિયલ એસ્ટેટ
મેટાવર્સ વિશ્વમાં વર્ચ્યુઅલ જમીનનું વેચાણ લાખો ડૉલર્સમાં થઈ રહ્યુ છે. સેન્ડબોક્સ અને ડિસેન્ટ્રલેન્ડ મેટાવર્સમાં નોંધપાત્ર વેચાણ થઈ રહ્યુ છે. વર્ચ્યુઅલ જમીન સાંભળવામાં અટપટુ લાગે છે. તેથી મેટાવર્સમાં નિયમ છે કે પહેલા વર્ચ્યુઅલ જમીનનો ઉપયોગ કરીને તેનો અનુભવ લેવાનો તે પછી તેની ખરીદી કરવી. આમ મેટાવર્સમાં વર્ચ્યુઅલ રિયલ એસ્ટેટ ક્ષેત્ર ઉભુ થઈ રહ્યુ છે.
મ્યુઝીક
મેટાવર્સમાં મ્યુઝીકનો ટ્રેન્ડ કોરોના મહામારીના સમયથી વધ્યો હતો. જ્યારે લગભગ આખા વિશ્વમાં કોવિડના લીધે લોકડાઉન હતુ ત્યારે વર્ષ ૨૦૨૦માં ટ્રેવીસ સ્કોટની ફોર્ટનાઈટ કોનસર્ટ મેટાવર્સમાં યોજાઈ હતી, જેમાં ૨.૭ કરોડથી પણ વધુ ફેન્સે ભાગ લીધો હતો. મેટાવર્સ ઉપરાંત કલાકારો હવે વેબ૩ ટેકનોલોજીનો વધુ ઉપયોગ કરી રહ્યા છે. ખાસ કરીને નોન-ફંજીબલ ટોકન (એનએફટી)નો ટ્રેન્ડ વધી રહ્યો છે. તેઓ એક્સક્લુઝીક આલ્બમ લોન્ચ કરે છે જે મેટાવર્સમાં સારા ભાવે વેચાય છે.
ફેશન
લુઈસ વુઈટનથી લઈને નાઈકી, ગુચી જેવી વૈશ્વિક સ્તરની અગ્રણી ફેશન બ્રાન્ડ્સ મેટાવર્સ ક્ષેત્રમાં હાજરી ધરાવે છે. વર્ચ્યુઅલ દુનિયામાં પણ ફેશનનું મહત્વ છે. તેથી આ બ્રાન્ડ્સ મેટાવર્સમાં પોતાના ડિજિટલ પ્રોડકટ્સનું વેચાણ કરે છે. આ બ્રાન્ડ્સ અમૂક લિમિટેડ એડિશન પ્રોડકટ્સનું વેચાણ કરે છે જેની અપડેટ મેટાવર્સમાં આવતી રહેતી હોય છે. વાસ્તવિક દુનિયાની જેમ મેટાવર્સમાં પણ કપડાથી લઈને શુઝની ખરીદી કરી શકાય છે.
ટેકનોલોજી એ બે ધારી તલવાર છે. નવી તકો ઉભી થાય તો અમૂક રીતે નુકસાન થવાની પણ સંભાવના રહી છે. પરંતુ હાલમાં અમેરિકા જેવા અગ્રણી દેશો મેટાવર્સના વિસ્તરણથી લોકોને વધુ રોજગાર મળે એ ટે પ્રયત્ન કરી રહ્યા છે. ઉપરોક્ત ક્ષેત્ર ઉપરાંત ઘણા ક્ષેત્રો મેટાવર્સમાં આવ્યા છે અને તેનું સંપૂર્ણ સંચાલન કરવા માટે લાખો ટેક કર્મચારીઓની આગામી સમયમાં જરૂર પડશે.
મેટાવર્સમાં ફાસ્ટ ફુડથી લઈને મેડિકલ મારીજુઆનાનું વેચાણ થાય છે. ઉપરાંત મેટાવર્સમાં ઓર્ડર આપીને તેની વાસ્તવિક જીવનમાં ડિલિવરી મેળવી શકાય છે. મેટાવર્સનો વ્યાપ વધી રહ્યો છે અને આગળ જતા ભારતમાં પણ આ ક્ષેત્રનો વિકાલ થશે અને સારા પ્રમાણમાં રોજગાર નિર્માણ થશે એવી સંભાવના છે. ભારતમાં ક્રિપ્ટોકરન્સી ઉપર ટેક્સ છે. રિઝર્વ બૅન્ક ઓફ ઈન્ડિયા (RBI)નું ક્રિપ્ટોકરન્સી પ્રત્યે હંમેશાથી નકારાત્મક વલણ રહ્યુ છે. પરંતુ ભારત સરકાર બ્લોકચેઈન અને મેટાવર્સ ટેકનોલોજી પ્રત્યે સકારાત્મક વલણ ધરાવે છે.