ભારતમાં Microsoftનો મોટો AI દાવ, હૈદરાબાદમાં ખોલ્યું નવું ક્લાઉડ રીજન, જાણો પાણી વિના સર્વર ઠંડા રાખતી આ ટેકનોલોજી વિશે | Moneycontrol Gujarati
Get App

ભારતમાં Microsoftનો મોટો AI દાવ, હૈદરાબાદમાં ખોલ્યું નવું ક્લાઉડ રીજન, જાણો પાણી વિના સર્વર ઠંડા રાખતી આ ટેકનોલોજી વિશે

માઇક્રોસોફ્ટે ભારતમાં પોતાનું ચોથું ક્લાઉડ રીજન હૈદરાબાદમાં શરૂ કર્યું છે. પાણી વિના સર્વર ઠંડા રાખતી 'એર-કૂલ્ડ' ટેકનોલોજીથી સજ્જ આ ડેટા સેન્ટરની સંપૂર્ણ વિગત જાણો.

અપડેટેડ 03:38:27 PM Sep 21, 2026 પર
Story continues below Advertisement
આ લોન્ચિંગ દરમિયાન માઇક્રોસોફ્ટના વાઈસ ચેરમેન અને પ્રેસિડેન્ટ બ્રેડ સ્મિથે એક ખાસ વિડીયો મેસેજમાં કહ્યું હતું કે, હૈદરાબાદનું આ નવું રીજન ભારત અને એશિયાની સંસ્થાઓને વધુ ડેટા ક્ષમતા, મજબૂત ટેકનોલોજી અને નવા વિકલ્પો પૂરા પાડશે.

ભારતને ગ્લોબલ AI હબ બનાવવા માટે ટેક દિગ્ગજ માઇક્રોસોફ્ટએ એક ખૂબ જ મોટું કદમ ઉઠાવ્યું છે. કંપનીએ ભારતમાં પોતાના ડિજિટલ અને એઆઇ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે હૈદરાબાદમાં પોતાનું ચોથું 'ક્લાઉડ રીજન' સત્તાવાર રીતે લોન્ચ કરી દીધું છે. આ પ્રોજેક્ટ કંપનીના $20.5 બિલિયનના મેગા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાનનો એક ભાગ છે.

મુંબઈ, પુણે અને ચેન્નઈ પછી હવે હૈદરાબાદ ભારતમાં માઇક્રોસોફ્ટનું ચોથું મોટું રીજન બની ગયું છે. તમને જણાવી દઈએ કે આ નવું ડેટા સેન્ટર 6 ઓગસ્ટથી જ કાર્યરત થઈ ચૂક્યું છે.

'એર-કૂલ્ડ ચિલર્સ' ટેકનોલોજી: પાણી વિના સર્વર થશે ઠંડા

આ નવા ડેટા સેન્ટરની સૌથી મોટી અને ખાસ વાત તેની પર્યાવરણ-અનુકૂળ કૂલિંગ ટેકનોલોજી છે.સામાન્ય રીતે, મોટા ડેટા સેન્ટરોમાં લાખો સર્વરોને ગરમ થતા અટકાવવા અને તેમને ઠંડા રાખવા માટે પુષ્કળ પ્રમાણમાં પાણીનો ઉપયોગ થાય છે, જેનાથી સ્થાનિક જળ સંસાધનો પર મોટું દબાણ આવે છે.

પરંતુ, માઇક્રોસોફ્ટ ઇન્ડિયા અને સાઉથ એશિયાના પ્રેસિડેન્ટ પુનીત ચંડોકે જણાવ્યું કે, હૈદરાબાદનું આ ડેટા સેન્ટર કૂલિંગ માટે પાણીનો નહિવત ઉપયોગ કરે છે. તેમાં જૂની વોટર-બેઝ્ડ સિસ્ટમને બદલે આધુનિક 'એર-કૂલ્ડ ચિલર્સ' ટેકનોલોજી લગાવવામાં આવી છે. આ ટેકનોલોજી હવાની મદદથી સર્વરનું તાપમાન કંટ્રોલમાં રાખે છે, જે પર્યાવરણના રક્ષણ માટે એક ઉત્તમ ઉદાહરણ છે.


2035 સુધીમાં $100 બિલિયનના રોકાણનો લક્ષ્યાંક

ભારતમાં ડેટા સેન્ટર અને ક્લાઉડ સર્વિસની માંગ રોકેટ ગતિએ વધી રહી છે.હાલમાં ભારતમાં લગભગ 2 ગીગાવોટ ડેટા સેન્ટરની ક્ષમતા છે.વર્ષ 2035 સુધીમાં આ ક્ષમતા વધીને 6 થી 7 ગીગાવોટ થવાનો અંદાજ છે.આ સેક્ટરમાં $100 બિલિયનથી વધુના રોકાણની પ્રતિબદ્ધતા પહેલેથી જ દર્શાવવામાં આવી છે. પુનીત ચંડોકનું માનવું છે કે ભારત હવે માત્ર પોતાની જરૂરિયાતો પૂરતું સીમિત નથી રહ્યું, પરંતુ તે સમગ્ર એશિયા અને 'ગ્લોબલ સાઉથ' દેશો માટે એક મુખ્ય AI ઈન્ફ્રાસ્ટ્રક્ચર હબ તરીકે ઉભરી રહ્યું છે.

માઇક્રોસોફ્ટના પ્રેસિડેન્ટનું શું કહેવું છે?

આ લોન્ચિંગ દરમિયાન માઇક્રોસોફ્ટના વાઈસ ચેરમેન અને પ્રેસિડેન્ટ બ્રેડ સ્મિથે એક ખાસ વિડીયો મેસેજમાં કહ્યું હતું કે, હૈદરાબાદનું આ નવું રીજન ભારત અને એશિયાની સંસ્થાઓને વધુ ડેટા ક્ષમતા, મજબૂત ટેકનોલોજી અને નવા વિકલ્પો પૂરા પાડશે.

IDC નો રિપોર્ટ: 2030 સુધીમાં ક્લાઉડ માર્કેટ $45.7 બિલિયન થશે

રિસર્ચ ફર્મ IDC ના લેટેસ્ટ આંકડા મુજબ, ભારતમાં પબ્લિક ક્લાઉડ સર્વિસ પાછળ થતો ખર્ચ દર વર્ષે 22.2% ની ઝડપે વધી રહ્યો છે. વર્ષ 2030 સુધીમાં આ ખર્ચ $45.7 બિલિયન સુધી પહોંચી જશે. નોંધનીય વાત એ છે કે, ક્લાઉડ પાછળ થતા ખર્ચ કરતા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પાછળ થતો ખર્ચ બમણી ઝડપે વધી રહ્યો છે.

આ પણ વાંચો-અમેરિકાની બહાર પહેલીવાર ભારતમાં ખુલશે Starbucksની ટેક ઓફિસ, 800 લોકોને મળશે 35 લાખના પગારવાળી નોકરી

MoneyControl News

MoneyControl News

First Published: Sep 21, 2026 3:38 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.