Mobile Calling New Rule: ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) 1લી મેથી કેટલાક નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. નવા નિયમ હેઠળ, TRAI એક નવું ફિલ્ટર લઈને આવવા જઈ રહ્યું છે, જેમાં 1 મે પછી ફોનમાં ફેક કૉલ અને SMS આવી શકશે નહીં. જો આમ થશે તો કસ્ટમર્સને અનવોન્ટેડ કોલ્સ અને મેસેજ નહીં મળે અને બિનજરૂરી રીતે પરેશાન નહીં થાય. ટ્રાઈએ આ અંગે ટેલિકોમ કંપનીઓને સૂચનાઓ જાહેર કરી છે.