અમરનાથ યાત્રા માટે કાશ્મીરમાં કડક સુરક્ષા વચ્ચે 4,800થી વધુ શ્રદ્ધાળુઓનું એક જૂથ ગુરુવારે વહેલી સવારે જમ્મુ શહેરથી નીકળ્યું. અધિકારીઓએ જણાવ્યું હતું કે, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના રક્ષણ હેઠળ 4,885 યાત્રાળુઓની 14મી બેચ બે બેઝ કેમ્પ બાલતાલ અને પહેલગામથી સવારે 3.06 વાગ્યે રવાના થઈ હતી. આતંકવાદી હુમલા અને ત્યારપછીના ઓપરેશન બાદ ભગવતી નગર બેઝ કેમ્પ અને યાત્રાના રૂટની આસપાસ સુરક્ષા કડક કરી દેવામાં આવી છે.
4800 શ્રદ્ધાળુઓ અમરનાથ ગુફા માટે રવાના
અધિકારીઓએ જણાવ્યું કે 2,366 પુરૂષો, 1,086 મહિલાઓ, 32 બાળકો અને 163 'સાધુ' અને 'સાધ્વીઓ'નો સમાવેશ કરતા ભક્તોનું જૂથ ભગવતી નગર બેઝ કેમ્પથી બસો અને હળવા વાહનોના કાફલામાં રવાના થયું હતું. તેમણે કહ્યું કે 2,991 તીર્થયાત્રીઓએ યાત્રા માટે 48 કિલોમીટર લાંબો પરંપરાગત પહેલગામ માર્ગ પસંદ કર્યો છે, જ્યારે 1,894 તીર્થયાત્રીઓ ગુફા મંદિર સુધી પ્રમાણમાં ટૂંકા (14 કિમી) પરંતુ મુશ્કેલ બાલટાલ માર્ગ અપનાવશે. જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ 28 જૂને અમરનાથ યાત્રીઓની પ્રથમ બેચને લીલી ઝંડી બતાવી હતી.
અમરનાથ યાત્રા 19 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે