PM Kisan: કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોની આવક વધારવા માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. આવી જ એક યોજના 'PM કિસાન FPO સ્કીમ' છે. આ યોજના હેઠળ, સરકાર દેશભરના ખેડૂતોને બિન-કૃષિ વ્યવસાય શરૂ કરવા માટે 18 લાખ રૂપિયા આપી રહી છે. PM કિસાન FPO યોજનાનો ઉદ્દેશ્ય ખેડૂતોને આત્મનિર્ભર બનાવીને આર્થિક સંકટમાંથી રાહત આપવાનો છે. આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ સાથે મળીને એક સંસ્થા અથવા કંપની બનાવવાની રહેશે. જેમાં ઓછામાં ઓછા 11 ખેડૂતો હોવા જરૂરી છે.
પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને અનેક લાભો મળે છે. એફપીઓ સાથે સંકળાયેલા ખેડૂતોને તેમના ઉત્પાદન માટે બજાર મળે છે. તે જ સમયે, ખેડૂતો ખાતર, બિયારણ, રસાયણો અને કૃષિ મશીનરી જેવી આવશ્યક ચીજવસ્તુઓ પણ પોસાય તેવા દરે ખરીદી શકે છે. આ સિવાય બેન્કો પાસેથી સસ્તા દરે લોન પણ મેળવી શકાય છે.
જો તમે આ યોજનાનો લાભ લેવા માંગતા હો, તો તમારે ભારત સરકારની નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ (https://www.enam.gov.in)ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી પડશે. આ પછી FPO વિકલ્પનું પેજ ખુલશે. અહીં ક્લિક કરો. પછી નોંધણી અથવા લોગિન સાથે એક નવું પૃષ્ઠ ખુલશે. વિનંતી કરેલ તમામ માહિતી દાખલ કરવાની રહેશે. આ પછી, તમે સરળતાથી યોજનાનો લાભ લઈ શકો છો. આ ઉપરાંત ખેડૂતો e-NAM મોબાઇલ એપ દ્વારા અને નજીકના e-NAM માર્કેટની મુલાકાત લઈને પણ નોંધણી કરાવી શકે છે. ખેડૂતોના આર્થિક વિકાસ અને સુખાકારી માટે કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2023-24 સુધીમાં 10,000 FPO બનાવવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે.
આ ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે
PM કિસાન FPO યોજનામાં વિવિધ પ્રકારના ડોક્યુમેન્ટ્સ અરજી કરવા માટે કહેવામાં આવે છે. જેમાં રહેઠાણનું પ્રમાણપત્ર, જમીનના કાગળો, રેશનકાર્ડ, આવકનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ, બેન્ક એકાઉન્ટની વિગતો, મોબાઇલ નંબરનો સમાવેશ થાય છે. તમામ ડોક્યુમેન્ટ્સ સરકાર દ્વારા ચકાસવામાં આવે છે. આ પછી 3 વર્ષમાં અનેક હપ્તામાં 18 લાખ રૂપિયા આપવામાં આવે છે.