ગ્રામીણ અર્થતંત્ર હવે એક નિર્ણયાક મોડ પર, જે GDP ગ્રોથને વેગ આપવામાં કરશે મદદ: રિપોર્ટ
જ્યારે ઘરની આવક વધે છે, ત્યારે લોકો વધુ સારું જીવન જીવવા, વધુ સારું દેખાવા અને સારું અનુભવવા માંગે છે. ગામડાઓમાં માથાદીઠ આવક પણ હવે એ નિર્ણાયક મોડ પર આવીને ઉભી છે જ્યાં ખાદ્ય સિવાયનો વપરાશ વધી રહ્યો છે. લોકો સારી લાઇફ સ્ટાઇલ માટે પોતાના ખર્ચાઓ વધારી રહ્યા છે.
દેશના ગ્રામીણ અર્થતંત્રમાં માંગ ઝડપથી વધી છે. ભારતીય અર્થતંત્ર માટે આ સારા સમાચાર છે. ICICI પ્રુડેન્શિયલ AMCના એક અહેવાલ મુજબ, ગ્રામીણ ભારત દેશની અર્થવ્યવસ્થાને $5 ટ્રિલિયન બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે કારણ કે આપણી કાર્યકારી વયની વસ્તીનો મોટો ભાગ ગામડાઓમાં રહે છે. આજે પણ ભારતની 64% વસ્તી ગ્રામીણ વિસ્તારોમાં રહે છે. તે જ સમયે, ગ્રામીણ અર્થતંત્ર ભારતના GDPમાં લગભગ અડધો ફાળો આપે છે. હવે ગામડાઓમાંથી માંગ વધી છે. આનાથી GDPની ધીમી ગતિને પાટા પર લાવવામાં મદદ મળશે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ તેના અહેવાલમાં એમ પણ કહ્યું હતું કે ભારતમાં કુલ માંગનો વેગ વધી રહ્યો છે, ગ્રામીણ ખર્ચમાં સુધારાને કારણે કુલ બિન-ખાદ્ય ખર્ચમાં વધારો થઈ રહ્યો છે.
સરકારે સતત અનેક પગલાં લીધાં
ICICI પ્રુડેન્શિયલ AMCના ફંડ મેનેજર પ્રિયંકા ખંડેલવાલે જણાવ્યું હતું કે ગ્રામીણ વિસ્તારોમાં જીવનધોરણ સુધારવા માટે ભારત સરકાર દ્વારા મોટા પાયે રોકાણ કરવામાં આવ્યું છે. આનાથી ઘણા લોકોને ગરીબી રેખામાંથી બહાર આવવામાં મદદ મળી છે. જોકે, રોજગાર માટે કૃષિ પર ભારે નિર્ભરતાને કારણે છેલ્લા કેટલાક વર્ષોમાં ગ્રામીણ આવક એકંદર સ્તરે સારી રહી નથી. તે જ સમયે, શહેરી આવક ગ્રોથ સારી રહી છે. આ જ કારણ છે કે આવક અને વપરાશ ગ્રોથના સંદર્ભમાં શહેરી ભારતે ગ્રામીણ ભારત કરતાં ઘણું સારું પ્રદર્શન કર્યું છે.
ગ્રામીણ ભારતના વિકાસમાં વિશ્વાસ
ગ્રામીણ ભારતના વિકાસમાં વિશ્વાસ વ્યક્ત કરતા, ICICI પ્રુડેન્શિયલે રૂરલ ઓપર્ચ્યુનિટી ફંડ શરૂ કર્યું છે. આ ફંડ ગ્રામીણ વિકાસ અને વપરાશ વિષયોમાં રોકાણ ઓફર કરે છે. તે નિફ્ટી ઇન્ડિયા રૂરલ ઇન્ડેક્સને ટ્રેક કરે છે, જે 11 ક્ષેત્રો અને 75 શેરોને આવરી લેતો વૈવિધ્યસભર બેન્ચમાર્ક છે, જે લાર્જ-કેપ કંપનીઓ તરફ મજબૂત વલણ ધરાવે છે.
જો આવકમાં સુધારો થશે તો માંગ વધશે
ગ્રામીણ ભારતીયોની આવકમાં સુધારો થતાં, ગ્રામીણ વપરાશમાં પણ વધારો થવાની શક્યતા છે. પરંતુ ગ્રામીણ વિકાસ પણ ઝડપી બનવો જોઈએ. નાણાકીય સમાવેશ એક એવો વિષય છે જે ફાયદાકારક બની શકે છે. જેમ જેમ આવક વધે છે તેમ ગ્રામીણ વિસ્તારોમાં બચત વધવી જોઈએ અને થાપણોમાં ગ્રોથની સંભાવનાને ધ્યાનમાં રાખીને, બેન્કિંગ ક્ષેત્ર તેના શાખા નેટવર્કને વિસ્તૃત કરવા માટે દેશમાં વધુ ઊંડાણમાં જવાનો પ્રયાસ કરશે. જ્યારે આવકમાં સુધારો થશે, ત્યારે લોકો તેમના પરિવારોના ભવિષ્ય વિશે વિચારવાનું શરૂ કરશે અને ગ્રામીણ વિસ્તારોમાં વીમાનો વ્યાપ વધારવાનો અવકાશ છે. ગ્રામીણ વિસ્તારોમાં ઊર્જાનો વપરાશ વધવો જોઈએ, ફક્ત ઘરેલુ વપરાશને કારણે જ નહીં પરંતુ ઔદ્યોગિક વપરાશને કારણે પણ.