Gujarat Monsoon Update: રાજ્યના આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો તમારા વિસ્તારની સ્થિતિ | Moneycontrol Gujarati
Get App

Gujarat Monsoon Update: રાજ્યના આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો તમારા વિસ્તારની સ્થિતિ

Gujarat Monsoon Update: રાજ્યના ઘણા શહેરોમાં વાદળછાયું વાતાવરણ રહેશે, માછીમારોને આગામી 4 દિવસ દરિયો ન ખેડવા સૂચના, અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી

અપડેટેડ 12:42:47 PM Aug 08, 2023 પર
Story continues below Advertisement
ગુજરાતમાં ભારે વરસાદ થાય તેવી કોઇ જ સિસ્ટમ એક્ટિવ નથી. પરંતુ ગુજરાતના દરિયાકિનારે માછીમારોને 4 દિવસ માછીમારી કરવા જવા પર પ્રતિબંધ છે. દરિયાકિનારે હાલ ભારે પવન રહેવાની સંભાવના છે.

Gujarat Monsoon Update: ગુજરાત રાજ્યમાં હાલ ભારે વરસાદની શક્યતાઓ નહિવત છે. જેમાં રાજ્યમાં હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નહીં. રાજ્યના ઘણા શહેરોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. તથા સમગ્ર રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

દરિયાકાંઠાના વિસ્તારમાં પવન ફૂકાશે

દરિયાકાંઠાના વિસ્તારમાં પવન ફૂકાશે. તેથી માછીમારોને આગામી 4 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર, ડો. મનોરમા મોહન્તી રાજ્યમાં પાંચ દિવસ કેવો વરસાદ રહેશે તે અંગે આગાહી કરી છે. તેમણે જણાવ્યુ છે કે, ગુજરાત પર હાલ કોઇ એક્ટિવ સિસ્ટમ નથી. જેના કારણે ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ રહેશે. રાજ્યમાં હળવાથી સામાન્ય વરસાદ રહેવાની સંભાવના છે. મોટાભાગે રાજ્યમાં હળવો વરસાદ રહેવાની આગાહી છે. એકાદ જગ્યાએ સામાન્ય વરસાદ થવાની આગાહી છે.


રાજ્યમાં છૂટોછવાયો વરસાદ થતો રહેશે

આ સાથે તેમણે જણાવ્યુ કે, ગુજરાતમાં ભારે વરસાદ થાય તેવી કોઇ જ સિસ્ટમ એક્ટિવ નથી. પરંતુ ગુજરાતના દરિયાકિનારે માછીમારોને 4 દિવસ માછીમારી કરવા જવા પર પ્રતિબંધ છે. દરિયાકિનારે હાલ ભારે પવન રહેવાની સંભાવના છે. જેના કારણે માછીમારી પર હાલ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તેમણે એમ પણ જણાવ્યુ કે, રાજ્યમાં હજી સપ્ટેમ્બર સુધી વરસાદની સિઝન રહેશે. અત્યારે રાજ્યમાં કોઇ એવી સિસ્ટમ નથી જે રાજ્યને પાંચથી સાત દિવસ સુધી વરસાદ આપી શકે. આ દરમિયાન રાજ્યમાં છૂટોછવાયો વરસાદ થતો રહેશે.

આ પણ વાંચો - chandrayaan 3 moon video: ચંદ્રયાન 3 એ મોકલ્યો ચંદ્રનો સૌથી ખુબસૂરત વીડિયો, તમે જોયો કે નહીં?

MoneyControl News

MoneyControl News

First Published: Aug 08, 2023 12:42 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.