US presidential election: અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીને આડે માત્ર બે અઠવાડિયા બાકી છે અને ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર કમલા હેરિસને મોટો ઝટકો લાગ્યો છે. તાજેતરના ચૂંટણી સર્વેમાં પ્રથમ વખત રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે આઉટગોઇંગ વાઈસ પ્રેસિડેન્ટ કમલા હેરિસને પાછળ છોડી દીધા છે. અમેરિકામાં 5 નવેમ્બરે રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે. ડિસિઝન ડેસ્ક હિલના તાજેતરના સર્વે અનુસાર, રાષ્ટ્રપતિ ચૂંટણીમાં જીતના મામલે ડોનાલ્ડ ટ્રમ્પ હવે કમલા હેરિસ કરતા 4 ટકા આગળ છે. ડોનાલ્ડ ટ્રમ્પની જીતની આગાહી હવે 52 ટકા છે, જ્યારે કમલા હેરિસની જીતની સંભાવના હવે માત્ર 48 ટકા છે. ડિસિઝન ડેસ્કે જણાવ્યું કે, ટ્રમ્પ યુએસ પ્રમુખપદની ચૂંટણીની રેસમાં કમલા હેરિસ કરતાં 'થોડા' આગળ ગયા હોવા છતાં પરિણામ હજુ સ્પષ્ટ નથી. આ વખતે રાષ્ટ્રપતિ કોણ બનશે તે અમેરિકાના સ્વિંગ સ્ટેટ્સ નક્કી કરશે. ટ્રમ્પને વિસ્કોન્સિન અને મિશિગનમાં એક ધાર મળી રહી હોય તેવું લાગે છે. ઉપરાંત એરિઝોના, જ્યોર્જિયા અને નોર્થ કેરોલિનામાં ટ્રમ્પની અગાઉની લીડ યથાવત છે. જો કે, ચૂંટણી પરિણામો 7 ચૂંટણી રાજ્યો નેવાડા, એરિઝોના, જ્યોર્જિયા, નોર્થ કેરોલિના, પેન્સિલવેનિયા, મિશિગન અને વિસ્કોન્સિનમાં કંઈપણ હોઈ શકે છે.

