Uttarkashi Tunnel Collapse: ઉત્તરાખંડમાં 9 દિવસથી ટનલમાં ફસાયા છે 41 મજૂરો, 5 એજન્સીઓ કરી રહી છે કામ
Uttarkashi Tunnel Accident: ઉત્તરાખંડના સિલક્યારા ગામ નજીક ટનલ દુર્ઘટનામાં 9 દિવસથી 41 મજૂરો ફસાયેલા છે. 12 નવેમ્બરના રોજ આ નિર્માણાધીન ટનલનો એક ભાગ તૂટો પડ્યો હતો જેમાં આ મજૂરો ફસાયા છે. આ મજૂરોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે યુદ્ધના ધોરણે બચાવ કામગીરી ચાલી રહી છે, પરંતુ હજુ સુધી કોઈ સફળતા મળી નથી.
ઉત્તરકાશીમાં સુરંગમાં ફસાયેલા 41 લોકોને બચાવવાની કામગીરી ચાલી રહી છે.
Uttarkashi Tunnel Accident: કેન્દ્રિય મંત્રી નિતિન ગડકરી અને ઉતરાખંડના મુખ્યમંત્રી ધામી બચાવ કામગીરીનું નિરિક્ષણ કરવા પહોંચ્યા હતા. તેઓએ કહ્યું હતું કે અમારું પહેલું લક્ષ્ય ટનલમાં ફસાયેલા તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવાનું છે. બચાવ કામગીરી ચાલુ છે. દર 40 મિનિટે પાઈપ દ્વારા અંદર ફસાયેલા મજૂરો સુધી ઓક્સિજન અને ખાવાની વસ્તુઓ પહોંચાડવામાં આવી રહી છે. ટનલમાં ફસાયેલા મજૂરોના પરિવારોની સ્થિતિ કફોડી છે. તેઓ કહી રહ્યા છે અમારી પાસે રહેલી તમામ વસ્તુઓ લઈ લો પરંતુ અંદર ફસાયેલા અમારા લોકોને બહાર કાઢો.
બચાવ કામગીરીમાં 5 એજન્સીઓ કામ કરી રહી છે. તેઓને આશા છે કે ટૂંક સમયમાં સારા સમાચાર મળશે. બચાવવા માટે એજન્સીઓ 5 વિકલ્પો પર એક સાથે કામ કરી રહી છે.
આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો ટનલ પર પહોંચ્યા
ઈન્ટરનેશનલ ટનલીંગ અંડરગ્રાઉન્ડ સ્પેસના પ્રમુખ પ્રોફેસર આર્નોલ્ડ ડિક્સ ઉત્તરકાશીમાં સિલ્ક્યારા ટનલ પહોંચ્યા છે. અહીં ફસાયેલા પીડિતોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે.
ટનલમાંથી 41 મજૂરોને બહાર કાઢવાનું કામ હજુ ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામી સાથે ફોન પર વાત કરી છે. પીએમ મોદીએ રાહત અને બચાવ કામગીરીની જાણકારી લીધી.
આજે 9મો દિવસ છે, બચાવ માટે આ વ્યૂહરચના
ઉત્તરકાશીમાં સુરંગમાં ફસાયેલા 41 લોકોને બચાવવાની કામગીરી ચાલી રહી છે. અકસ્માતને આજે 9મો દિવસ છે. ટનલના સિલ્કીરા મુખથી ઓગર મશીન અને પ્રોટેક્શનનું કામ ચાલી રહ્યું છે. ટનલની ઉપર અને જમણી અને ડાબી બાજુએ ડ્રિલિંગ કરવાની યોજના છે જેના માટે પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવી રહ્યું છે.