Summit of Success: વાયબ્રન્ટ સમિટ હવે દેશનું ગ્રોથ એન્જિન સાબિત થશે, આપણે વિશ્વની આંખમાં આંખ મેળવીને વાત કરતા થયા, સમિટ ઓફ સક્સેસમાં PM મોદીનું નિવેદન | Moneycontrol Gujarati
Get App

Summit of Success: વાયબ્રન્ટ સમિટ હવે દેશનું ગ્રોથ એન્જિન સાબિત થશે, આપણે વિશ્વની આંખમાં આંખ મેળવીને વાત કરતા થયા, સમિટ ઓફ સક્સેસમાં PM મોદીનું નિવેદન

PM Modi Gujarat Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે હતા. જ્યાં તેમણે વાયબ્રન્ટ ગુજરાત સમિટના 20 વર્ષ પૂર્ણ થવાના અવસર પર સાયન્સ સિટીમાં આયોજીત એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો.. પીએમ મોદીએ સંબોધન કરતા કહ્યું વાયબ્રન્ટ સમિટ 20 વર્ષ સફળતાના રહ્યાં અને આગામી 20 વર્ષ પણ ખુબજ મહત્વના રહેશે.

અપડેટેડ 12:00:09 PM Sep 28, 2023 પર
Story continues below Advertisement
PM Modi Gujarat Visit: પીએમ મોદી અહીં ઉપસ્થિત લોકોને સંબોધિત કરીને ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટની મહત્ત્વતા સમજાવી.

PM Modi Gujarat Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે હતા. જ્યાં પીએમ મોદીએ સાયન્સ સિટીમાં આયોજીત વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના 20 વર્ષની ઉજવણી નિમિતે કાર્યક્રમમાં ભાગ લીધો હતો. પીએમ મોદી અહીં ઉપસ્થિત લોકોને સંબોધિત કરીને ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટની મહત્ત્વતા સમજાવી. અહીંથી તેઓ છોટા ઉદેપુરના બોડેલીમાં ‘મિશન સ્કૂલ્સ ઑફ એક્સલન્સ’ કાર્યક્રમ હેઠળ રૂપિયા 4500 કરોડથી વધુના મૂલ્યના બહુવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવા પહોંચ્યા હતા.

આ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત, ઉદ્યોગ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSMEs) ના રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, નવસારીના સાંસદ સી.આર. પાટીલ, અમદાવાદના મેયર પ્રતિભા જૈન અને મુખ્ય સચિવ રાજકુમાર ઉપસ્થિત રહ્યા હતા.

વડાપ્રધાને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની સફળતાનો મંત્ર સમજાવતાં કહ્યું કે, આઈડિયા, ઈમેજીનેશન અને ઇમ્પ્લીમેન્ટેશન જેવા કોર એલીમેન્ટ વાઇબ્રન્ટ સમિટની સફળતામાં સામેલ છે. તેમણે કહ્યું કે, યોગ્ય નિર્ણય પ્રક્રિયા અને ફોકસ્ડ એપ્રોચથી કેવા બદલાવ આવી શકે તે વાઇબ્રન્ટ સમિટના માધ્યમથી ગુજરાતે વિશ્વને બતાવ્યું છે. વાઇબ્રન્ટ સમિટ ગુજરાતીઓની ક્ષમતા અને વિવિધ સેક્ટર્સમાં રહેલી સંભાવનાઓને વિશ્વ સમક્ષ મુકવાનું એક માધ્યમ બની છે. દેશના ટેલેન્ટનો વિશ્વને પરિચય આપવાનું અને ગુજરાતની દિવ્યતા, ભવ્યતા અને સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરવાનું માધ્યમ આ વાઇબ્રન્ટ સમિટ બની છે.


વડાપ્રધાને આ પ્રસંગે ઉપસ્થિત આમંત્રિતો અને દેશ-વિદેશના ઉદ્યોગ જગતના અગ્રણીઓને વિકાસની નવી સંભાવનાઓ સાથે ભારત પોતાની સ્થિતિ મજબૂત કરી શકે એવા સેક્ટર શોધવા અને તે માટેનું વિચાર-મંથન આગામી વાઇબ્રન્ટ સમિટમાં કરવા આહવાન કર્યું હતું. વડાપ્રધાને સ્વામી વિવેકાનંદને યાદ કરતા કહ્યું કે, સારા કાર્યને ઉપહાસ, વિરોધ અને ત્યાર પછી સ્વીકાર એમ ત્રણ તબક્કાઓમાંથી પસાર થવું પડે છે. વાઇબ્રન્ટ સમિટની પરંપરા શરૂ કરી ત્યારે કહેવાતું કે આ તો માત્ર બ્રાન્ડિંગ ઇવેન્ટ છે. પરંતુ દુનિયા સમક્ષ વાઇબ્રન્ટ સમિટની સફળતાએ સાબિત કરી દીધુ કે આ બ્રાન્ડિંગ નહીં પણ બોન્ડીંગ માટેની ઇવેન્ટ છે. ગુજરાતના સાત કરોડ નાગરિકના સામર્થ્ય અને સ્નેહથી પાછલા 20 વર્ષમાં વાઇબ્રન્ટ સમિટની દરેક શૃંખલા સફળ બની રહી છે.

આ પણ વાંચો - Kala Mahakumbh: ગાંધીનગરના કલાકારોને મળી રહી છે સુવર્ણ તક, કલામહાકુંભમાં ફોર્મ ભરવાની છેલ્લી 24 ઓક્ટોબર

20 વર્ષ પહેલા, તા.28મી સપ્ટેમ્બર 2003ના રોજ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં પ્રથમવાર વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની શરૂઆત કરવામાં આવી હતી. આજે વાયબ્રન્ટ ગુજરાત સમિટ ભારત અને વિશ્વમાં પણ સૌથી પ્રમુખ બિઝનેસ સમિટ તરીકે જાણીતી બની છે. આટલા વર્ષોથી વિશ્વભરના રાજ્યોના વડાઓ, અગ્રણી ઉદ્યોગપતિઓ, રાજનેતાઓ, થોટ લીડર્સ, શિક્ષણવિદો અને પ્રતિનિધિઓની હાજરી આ સમિટમાં જોવા મળે છે.

MoneyControl News

MoneyControl News

First Published: Sep 28, 2023 12:00 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.