WEATHER UPDATE: ગુજરાતમાં 4 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. જેમાં ગુજરાત રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા રાજ્યમાં 18 જુલાઈ બાદ વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે.
અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં મેઘો વરસશે મૂશળધાર
આજે દાહોદમાં અનેક જગ્યાએ ભારે વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં હવામાન વિભાગે આજે અમદાવાદ, પંચમહાલ, દાહોદ, જૂનાગઢ, અમરેલી, વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, ભાવનગર અને ગીર સોમનાથ, વડોદરા, છોટાઉદેપુરમાં વરસાદની આગાહી કરી છે. આગામી 4 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહીમાં આજે દ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે.
18 જુલાઈ બાદ આવશે અનરાધાર
18 જુલાઈ બાદ રાજ્યમાં અત્યંત ભારે વરસાદની શક્યતા છે. આજે અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડમાં વરસાદની સંભાવના સાથે આવતીકાલે પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણના જિલ્લાઓમાં આગાહી છે. તેમજ 19 જુલાઈએ દ.ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. 19 જુલાઈએ મધ્ય ગુજરાતને પણ બાનમાં લે તેવી શક્યતા છે. મ.ગુજરાતના ખેડા, આણંદ, વડોદરામાં પણ વરસાદની સંભાવના સાથે 20 જુલાઈએ સૌરાષ્ટ્રમાં વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ છે. તેમજ 20 જુલાઈએ કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે.