ક્રિપ્ટોકરન્સી બજારમાં વ્રેપ્ડ ઈથેરિયમ શું છે અને તે કઈ રીતે કામ કરે છે? | Moneycontrol Gujarati
Get App

ક્રિપ્ટોકરન્સી બજારમાં વ્રેપ્ડ ઈથેરિયમ શું છે અને તે કઈ રીતે કામ કરે છે?

જે ટ્રેડર્સ ઈથેરિયમ નેટવર્કનો ઉપયોગ કરે છે તેમને ઈઆરસી-20 ટેકનિકલ સ્ટાન્ડર્ડ બાબતે ખબર છે. પારદર્શકતા અને સરળતાને લીધે ઈથેરિયમ આધારિત પ્રોજેક્ટ્સને ટ્રેડર્સ પ્રાધાન્ય આપે છે. પરિણામે જ ઘણા ડિસેન્ટ્રલાઈઝ્ડ એપ્લિકેશન્સ (ડીએપ્સ), ક્રિપ્ટો વોલેટ્સ અને એક્સચેન્જો ઈઆરસી-20 ટોકન્સને સપોર્ટ કરે છે. પરંતુ સમસ્યા એક જ છે કે ઈથર (ઈટીએચ) અને ઈઆરસી-20માં નિયમો સરખા નથી. ઈઆરસી-20ની પહેલા ઈથરનો અમલ થયો હતો

અપડેટેડ 03:51:16 PM Aug 26, 2023 પર
Story continues below Advertisement
વ્રેપ્ડ ઈથેરિયમ એ ઈથરનો જ વર્ઝન છે અને તેમાં ઈઆરસી-20 ટોકનનાં ધોરણો છે.

જે ટ્રેડર્સ ઈથેરિયમ નેટવર્કનો ઉપયોગ કરે છે તેમને ઈઆરસી-20 ટેકનિકલ સ્ટાન્ડર્ડ બાબતે ખબર છે. પારદર્શકતા અને સરળતાને લીધે ઈથેરિયમ આધારિત પ્રોજેક્ટ્સને ટ્રેડર્સ પ્રાધાન્ય આપે છે. પરિણામે જ ઘણા ડિસેન્ટ્રલાઈઝ્ડ એપ્લિકેશન્સ (ડીએપ્સ), ક્રિપ્ટો વોલેટ્સ અને એક્સચેન્જો ઈઆરસી-20 ટોકન્સને સપોર્ટ કરે છે. પરંતુ સમસ્યા એક જ છે કે ઈથર (ઈટીએચ) અને ઈઆરસી-20માં નિયમો સરખા નથી. ઈઆરસી-20ની પહેલા ઈથરનો અમલ થયો હતો.

આવા સમય વ્રેપ્ડ ઈટીએચનું મહત્વ સમજાય છે. ઈઆરસી-20 ટોકન્સનું ટ્રેડિંગ ફક્ત અન્ય ઈઆરસી-20 ટોકન્સ સાથે થઈ શકે છે. તેથી ઈઆરસી-20 અને ઈથર વચ્ચેના ગેપને પુરવા માટે ઈથેરિયમ નેટવર્કમાં વ્રેપ્ડ ઈથેરિયમ રજૂ કરવામાં આવ્યુ છે. વ્રેપ્ડ ઈથેરિયમ એ ઈટીએચનો ઈઆરસી-20 ટ્રેડેબલ વર્ઝન છે.

વ્રેપ્ડ ઈથેરિયમ શું છે?


વ્રેપ્ડ ઈથેરિયમ એ ઈથરનો જ વર્ઝન છે અને તેમાં ઈઆરસી-20 ટોકનનાં ધોરણો છે. વ્રેપ્ડ કોઈન્સ અને ટોકન્સનું વર્ચ્યુઅલી મૂલ્ય અંડરલાઈંગ અસ્ક્યામત જેટલુ જ હોય છે. ટ્રેડર્સનાં મનમાં પ્રશ્ન હશે કે વ્રેપ્ડ ઈથેરિયમ ટ્રેડિંગ માટે સુરક્ષિત છે કે નહીં? નિષ્ણાતોના મતે વ્રેપ્ડ ઈથેરિયમ એ ટ્રેડિંગ માટે સુરક્ષિત છે. વ્રેપ્ડ ઈથેરિયમ અને ઈટીએચનો ભાવ રેશિયો 1:1 છે. વ્રેપ્ડ ટોકન્સ અને તેમની અંડરલાઈંગ એસેટ વચ્ચે અમૂક ફેરફાર છે ખાસ કરીને જૂના કોઈન્સ જેમ કે બિટકોઈન અને ઈથરમાં તે જોવા મળે છે.

વ્રેપ્ડ ટોકન્સ એ અમૂક હદે સ્ટેબલકોઈન્સ જેવા છે. સ્ટેબલ્સકોઈન્સને વ્રેપ્ડ યુએસડી પણ કહેવાય છે કારણ કે તેમની અંડરલાઈંગ એસેટ યુએસ ડૉલર હોય છે. તેમને ફિઆટ કરન્સીથી રિડીમ પણ કરી શકાય છે. બિટકોઈનમાં પણ વ્રેપ્ડ વર્ઝન છે જેને વ્રેપ્ડ બિટકોઈન કહેવાય છે. આનું મૂલ્ય પણ બિટકોઈન જેટલુ જ હોય છે. આવી જ રીતે અન્ય બ્લોકચેઈન્સ જેમ કે ફેનટમ અને અવાલાન્ચેમાં છે.

Metaverse: ‘ઈકોનોમી 3.0’ માં મેટાવર્સ લાખો રોજગારનું નિર્માણ કરવા સક્ષમ

વ્રેપ્ડ ઈથેરિયમ ટોકન્સ એ અનવ્રેપ્ડ પણ થઈ શકે છે. આની પ્રક્રિયા પણ સરળ છે. યુઝર્સે તેમના વ્રેપ્ડ ઈથેરિયમ ટોકન્સને ઈથેરિયમ નેટવર્કમાં સ્માર્ટ કોન્ટ્રેક્ટ્સમાં મોકલવાના હોય છે જેની સામે તેટલા જ મૂલ્યનાં ઈટીએચ મળે છે.

વ્રેપ્ડ ટોકન્સ એ ક્રિયાશીલતા સંબંધિત સમસ્યાનું નિરાકરણ કરી શકે છે જે મોટા ભાગના બ્લોકચેઈન્સમાં જોવા મળતુ હોય છે. દાખલા તરીકે, યુઝર્સ ઈથરને બિટકોઈન બ્લોકચેઈનમાં કે અવાલાન્ટેને ઈથેરિયમ બ્લોકચેઈનમાં સરળતાથી વાપરી શકતા નથી. પરંતુ વ્રેપિંગના માધ્યમે અંડરલાઈંગ કોઈન્સ ટોકનાઈઝ્ડ હોય છે અને અમૂક બ્લોકચેઈન ટોકન સ્ટાન્ડર્ડનો સમાવેશ હોય છે. તેથી તેનો વપરાશ નેટવર્કમાં સરળ બને છે.

MoneyControl News

MoneyControl News

First Published: Aug 26, 2023 3:51 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.