ભારતીય રિઝર્વ બેન્ક (RBI) એ 2000 રૂપિયાની નોટોને ચલણમાંથી હટાવી દીધી છે. 2,000 રૂપિયાની નોટો ધરાવનાર વ્યક્તિઓ હવે તે નોટો બેન્કોમાં જમા કરાવી શકશે અથવા તેમના ખાતામાં જમા કરાવી શકશે. જો કે, જો તમે તમારી બેન્કોમાં એક લિમિટથી વધુની નોટો જમા કરાવવા માંગતા હોવ તો તેના માટે તમારે પાન કાર્ડ સબમિટ કરવું પડશે.
આટલી રકમ માટે તમારે પાન કાર્ડ સબમિટ કરવું પડશે
આ રીતે પાન કાર્ડ આપવાનું રહેશે નહીં
આવકવેરાના નિયમો અનુસાર, જો તમારે એક દિવસમાં બેન્ક અથવા પોસ્ટ ઓફિસમાં 50,000 રૂપિયાથી વધુની રકમ જમા કરાવવાની હોય, તો તેના માટે તમારે પાન કાર્ડ ઉપલબ્ધ કરાવવું પડશે. જો તમે એક દિવસમાં બેન્ક અથવા પોસ્ટ ઓફિસમાં 40,000 હજાર રૂપિયા જમા કરાવો છો અને બીજા દિવસે 10,000 રૂપિયા જમા કરાવો છો, તો તમારે પાન કાર્ડ સબમિટ કરવાની જરૂર રહેશે નહીં.
આ રકમ જ બેન્કમાં જમા કરાવી શકાય છે
જો કે, જો તમે બેન્કોમાં 2,000 રૂપિયાની નોટ જમા કરાવવા માંગતા હોવ તો તમે 20,000 રૂપિયા સુધીની માત્ર 2,000 રૂપિયાની નોટ જ જમા કરાવી શકો છો. એટલે કે તમે એક દિવસમાં માત્ર 10 બે હજાર રૂપિયાની નોટ જમા કરાવી શકો છો. આ લિમિટ માટે તમારે PAN પણ આપવો પડશે. નાણાંકીય વર્ષમાં 20 લાખ રૂપિયાથી વધુ રોકડ જમા કે ઉપાડ હોય તો સરકારે PAN અથવા આધારને ફરજિયાત બનાવ્યું છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) દ્વારા 10 મે, 2022ના રોજ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું અને નવા નિયમો 26 મે, 2022થી અમલમાં આવ્યા હતા.