આજના સમયમાં લગભગ દરેક વ્યક્તિ પાસે બેન્ક ખાતું છે. સામાન્ય રીતે, બેન્કમાં બે પ્રકારના એકાઉન્ટ હોય છે, એક ચાલુ ખાતું અને બીજું સેવિંગ ખાતું. આ એકાઉન્ટઓ દ્વારા જ આપણે બેન્કોમાં વ્યવહારો કરી શકીએ છીએ. જો કે હવે સેવિંગ એકાઉન્ટ ધારકો માટે સારા સમાચાર છે. એવી ઘણી બેન્કો છે જે સેવિંગ એકાઉન્ટ પર ખૂબ સારા વ્યાજનો લાભ આપી રહી છે. આ એકાઉન્ટઓમાં FD જેટલું વ્યાજ મળે છે. ચાલો આ બેન્કોની યાદી પર એક નજર કરીએ.
બંધન બેન્ક તેના કસ્ટમર્સને સેવિંગ એકાઉન્ટ પર ખૂબ જ આકર્ષક વ્યાજ દરો પણ ઓફર કરી રહી છે. આ બેન્ક 1 લાખ રૂપિયા સુધીના સેવિંગ એકાઉન્ટ પર 3%, બેલેન્સ 1 લાખથી 10 કરોડ પર 6%, બેલેન્સ 10 લાખથી 2 કરોડ પર 6.25% અને બેલેન્સ 10 કરોડથી 50 કરોડ પર 6.50% વ્યાજ ચૂકવે છે.
સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેન્ક
સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેન્ક દૈનિક બંધ બેલેન્સના આધારે સેવિંગ એકાઉન્ટ પર 7% સુધી વ્યાજ દર ઓફર કરે છે. આ બેન્ક રૂપિયા 1 લાખથી રૂપિયા 5 લાખની વચ્ચેના બેલેન્સ પર 6.75 ટકા અને રૂપિયા 5 લાખથી વધુ અને રૂપિયા 50 લાખ સુધીના બેલેન્સ પર 7 ટકાના દરે વ્યાજ ઓફર કરી રહી છે.
આ બેન્ક 1 લાખથી 10 લાખ સુધીના બેલેન્સ પર 5%, 10 લાખથી 25 લાખ સુધીના બેલેન્સ પર 6%, 25 લાખથી 1 કરોડ સુધીના બેલેન્સ પર 7% વ્યાજ દર ઓફર કરે છે. તે જ સમયે, આ બેન્ક 1 કરોડથી 2 કરોડ સુધીની બાકી રકમ પર 7.25 ટકાના દરે વ્યાજનો લાભ આપી રહી છે.