2000 Rupee Note: ભારતીય રિઝર્વ બેન્ક (RBI) એ 2000 રૂપિયાની નોટો પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે. આવી સ્થિતિમાં, ઘણી બેન્કોએ 2000 રૂપિયાની નોટો બદલવાને લઈને કેટલીક ગાઇડલાઇન જાહેર કરી છે. તમે કોઈપણ બેન્કમાં જઈને 2000 રૂપિયાની નોટ બદલી શકો છો. આરબીઆઈએ કહ્યું છે કે આ નોટો લીગલ ટેન્ડર તરીકે ચાલુ રહેશે. સેન્ટ્રલ બેન્કે આ નોટોને બેન્કોમાં જમા કરાવવા અથવા એક્સચેન્જ કરવાની અપીલ કરી છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) એ સ્પષ્ટપણે જણાવ્યું છે કે નોટો બદલવા અથવા જમા કરાવવા માટે કોઈ ફી અથવા સર્વિસ ચાર્જ (2000 Notes Deposit Fees) લેવામાં આવતી નથી.

