Air Conditioners: કાળઝાળ ગરમીનો સામનો કરવા માટે ઘણા લોકો એર કંડિશનર (AC) નો ઉપયોગ કરે છે. તેની માંગ દિવસેને દિવસે વધી રહી છે. પરંતુ ACના વધુ પડતા ઉપયોગને કારણે લોકોના મનમાં વધતા વીજ બિલનું ટેન્શન જ વધી જાય છે. બીજી તરફ જો AC ની આસપાસ ટીવી કે ડિવાઇસ હોય તો તે AC માટે ખતરનાક સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં AC લગાવતી વખતે ઘણી બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. જો કંઈક ખોટું થાય છે તો તમારા ACની ઠંડક પ્રભાવિત થઈ શકે છે.

