India Salary Growth: દુનિયાભરમાં ચાલી રહેલી આર્થિક મંદી અને ભૌગોલિક અનિશ્ચિતતાઓ વચ્ચે ભારતમાં નોકરી કરતા લોકો માટે એક ખૂબ જ સારા સમાચાર આવ્યા છે. જો તમે પણ સેલરી વધવાની રાહ જોઈ રહ્યા છો, તો આગામી વર્ષ તમારા માટે ખુશીઓ લઈને આવી શકે છે.
India Salary Growth: દુનિયાભરમાં ચાલી રહેલી આર્થિક મંદી અને ભૌગોલિક અનિશ્ચિતતાઓ વચ્ચે ભારતમાં નોકરી કરતા લોકો માટે એક ખૂબ જ સારા સમાચાર આવ્યા છે. જો તમે પણ સેલરી વધવાની રાહ જોઈ રહ્યા છો, તો આગામી વર્ષ તમારા માટે ખુશીઓ લઈને આવી શકે છે.
ગ્લોબલ પ્રોફેશનલ સર્વિસીસ ફર્મ Aon plc દ્વારા 'Annual Salary Increase and Turnover Survey for India 2026-27' નો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ મુજબ, આગામી નાણાકીય વર્ષમાં ભારતમાં સરેરાશ સેલરી હાઇક 9.1% રહેવાનો અંદાજ છે. નોંધનીય છે કે ગયા વર્ષે આ આંકડો 9% હતો. દેશમાં સતત રોકાણ અને મજબૂત સ્થાનિક માંગના કારણે કંપનીઓનો બિઝનેસ કોન્ફિડન્સ જળવાઈ રહ્યો છે, જેનો સીધો ફાયદો કર્મચારીઓને મળશે.
આ સેક્ટર્સમાં મળશે સૌથી વધુ સેલરી હાઇક
સર્વે મુજબ, બધા સેક્ટરમાં એકસરખો પગાર વધારો નહીં થાય. ટ્રાન્સફોર્મેશન અને ટાર્ગેટ ગ્રોથના આધારે કેટલાક સેક્ટર્સમાં બમ્પર વધારો જોવા મળશે:
NBFC : આ સેક્ટર સૌથી મોખરે છે, જેમાં કર્મચારીઓને સરેરાશ 10.1% નો સૌથી વધુ પગાર વધારો મળી શકે છે.
એનર્જી: આ સેક્ટરમાં પણ સારી ગ્રોથ જોવા મળી રહી છે, જ્યાં 9.9% સુધીની સેલરી હાઇકની અપેક્ષા છે.
રિયલ એસ્ટેટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર: આ ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓને પણ 9.8% સુધીનો સારો પગાર વધારો મળી શકે છે.
કંપનીઓ છોડવાનું પ્રમાણ વધ્યું
એક તરફ કંપનીઓ બજેટ જાળવી રહી છે, તો બીજી તરફ કર્મચારીઓ દ્વારા નોકરી છોડવાનું પ્રમાણ વધ્યું છે. સર્વે અનુસાર, 2024 માં એટ્રિશન રેટ 17.1% હતો અને 2025માં તે 16.2% હતો. પરંતુ 2026માં આ દર વધીને 18% પર પહોંચી ગયો છે. આ સ્પષ્ટ દર્શાવે છે કે બજારમાં ટેલેન્ટેડ અને અનુભવી કર્મચારીઓને પોતાની કંપનીમાં ટકાવી રાખવા માટે કંપનીઓ વચ્ચે ભારે હરીફાઈ ચાલી રહી છે.
AI સ્કિલ્સ ધરાવતા લોકોને મળે છે એક્સ્ટ્રા ફાયદો
આજના સમયમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું મહત્વ ખૂબ વધી ગયું છે. રોજિંદા કામમાં AI પ્રોડક્ટિવિટી ટૂલ્સનો ઉપયોગ કરતી કંપનીઓની સંખ્યા 2025 ના 46.1% થી વધીને હવે 56% થઈ ગઈ છે. લગભગ 60% કંપનીઓ પોતાના કર્મચારીઓને નવી સ્કિલ્સ શીખવવા પર ભાર મૂકી રહી છે. જો તમારી પાસે AI, મશીન લર્નિંગ અને ડેટા સાયન્સ જેવી સ્કિલ્સ છે, તો કંપનીઓ તમને સામાન્ય કર્મચારી કરતા 10% વધુ સેલરી આપવા માટે તૈયાર છે.
નવા વેજ કોડની અસર
નવા પગાર નિયમો અંગે પણ રિપોર્ટમાં માહિતી આપવામાં આવી છે. લગભગ 65.4% કંપનીઓ સંપૂર્ણપણે નવા વેજ કોડનું પાલન કરી રહી છે, જ્યારે 20.9% કંપનીઓ આગામી 6 મહિનામાં આ નિયમો લાગુ કરવાની તૈયારીમાં છે. જોકે, 42.8% કંપનીઓને એવી ચિંતા છે કે આ નવા નિયમોના કારણે તેમના પેરોલ ખર્ચમાં ઓછામાં ઓછો 1% નો વધારો થઈ શકે છે, જેને પહોંચી વળવા તેમણે પોતાનું સેલરી સ્ટ્રક્ચર ફરીથી સેટ કરવું પડશે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.