Banks charge: આજના સમયમાં લગભગ દરેક વ્યક્તિ પાસે બેન્ક ખાતું છે. અગાઉ, ભારતમાં બેન્કિંગનો પ્રવેશ ઓછો હતો, એટલે કે મોટી સંખ્યામાં એવા લોકો હતા કે જેમનું કોઈ બેન્કમાં ખાતું ન હતું, પરંતુ પ્રધાનમંત્રી જન-ધન યોજનાએ તેનું સમગ્ર ચિત્ર બદલી નાખ્યું. હવે આ આંકડો ઝડપથી વધ્યો છે. હવે દેશના મોટાભાગના લોકો પાસે બેન્ક એકાઉન્ટ છે. તમે ઘણી વાર જોયું હશે કે બેન્કો તમારા ખાતામાંથી ક્યારેક 18 રૂપિયા તો ક્યારેક 30 રૂપિયા કાપી લે છે. તમને ખબર નહીં હોય.

