પેટ્રોલ પંપ પર UPI પેમેન્ટ કરનારા માટે મોટા સમાચાર, 2000થી વધુના પેમેન્ટ પર MDR ચાર્જ મામલે સરકાર આપી શકે છે મોટી રાહત | Moneycontrol Gujarati
Get App

પેટ્રોલ પંપ પર UPI પેમેન્ટ કરનારા માટે મોટા સમાચાર, 2000થી વધુના પેમેન્ટ પર MDR ચાર્જ મામલે સરકાર આપી શકે છે મોટી રાહત

15 ઓક્ટોબરથી 2000 રૂપિયાથી વધુના UPI પેમેન્ટ પર લાગુ થતા MDR ચાર્જમાંથી પેટ્રોલ પંપ ડીલર્સને મુક્તિ મળી શકે છે. જાણો સરકારના આ સંભવિત નિર્ણયની પૂરી વિગત.

અપડેટેડ 05:48:23 PM Sep 24, 2026 પર
Story continues below Advertisement
સૂત્રોના મતે, ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્સિયલ સર્વિસિસ પેટ્રોલ પંપ ડીલર્સની માંગને ધ્યાનમાં રાખીને તેમને MDR ચાર્જમાંથી રાહત આપવા પર ગંભીરતાથી વિચાર કરી રહ્યું છે.

પેટ્રોલ પંપ પર પોતાના વાહનમાં ઈંધણ ભરાવીને ઓનલાઈન મેન્ટ કરતા લોકો માટે એક રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા 2000 રૂપિયાથી વધુના UPI ટ્રાન્ઝેક્શન પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ ચાર્જ લગાવવાનો નિર્ણય લેવાયો છે, જે 15 ઓક્ટોબરથી લાગુ થવા જઈ રહ્યો છે. પરંતુ, સરકારના વરિષ્ઠ સૂત્રોના જણાવ્યા અનુસાર પેટ્રોલ પંપ પર થતા આવા પેમેન્ટને આ ચાર્જમાંથી મુક્તિ મળી શકે છે.

સરકાર કરી રહી છે વિચારણા

સૂત્રોના મતે, ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્સિયલ સર્વિસિસ પેટ્રોલ પંપ ડીલર્સની માંગને ધ્યાનમાં રાખીને તેમને MDR ચાર્જમાંથી રાહત આપવા પર ગંભીરતાથી વિચાર કરી રહ્યું છે. જોકે, આ અંગે અંતિમ નિર્ણય ઉચ્ચ સ્તરીય બેઠક અને ચર્ચા બાદ જ લેવામાં આવશે. હાલમાં આ મામલે નાણા મંત્રાલય અને પેટ્રોલિયમ મંત્રાલય વચ્ચે વાતચીત ચાલી રહી છે.

પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનની શું છે માંગ?

ઓલ ઇન્ડિયા પેટ્રોલિયમ ડીલર્સ એસિસોસિએશનએ આ મામલે 16 સપ્ટેમ્બરના રોજ દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણને એક પત્ર લખ્યો છે. એસોસિએશનના પ્રમુખ અજય બંસલે સરકાર પાસે હસ્તક્ષેપની માંગ કરતા જણાવ્યું છે કે પેટ્રોલ પંપ પર થતા UPI પેમેન્ટને MDR ચાર્જમાંથી સંપૂર્ણપણે મુક્ત કરવામાં આવે.


ડીલરોએ કેમ કર્યો વિરોધ ?

MDR ચાર્જ માફ કરવા પાછળ ડીલરોએ એક મજબૂત દલીલ આપી છે. તેમનું કહેવું છે કે, પેટ્રોલ પંપ ડીલરો માત્ર ફિક્સ માર્જિન પર કામ કરે છે, જે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા નક્કી કરવામાં આવે છે. આ માર્જિન ગ્રાહકે કેટલા રૂપિયાનું પેટ્રોલ પુરાવ્યું તેના પર નહીં, પરંતુ કેટલા લિટર ઇંધણ વેચાયું તેના પર આધાર રાખે છે. તેથી, ટ્રાન્ઝેક્શનની રકમ મોટી હોય તો પણ ડીલરોની કમાણી વધતી નથી. આવા સંજોગોમાં ચાર્જ કાપવામાં આવે તો તેમને સીધું નુકસાન થાય છે.

15 ઓક્ટોબર પહેલા આવી શકે છે નિર્ણય

પેટ્રોલિયમ મંત્રાલયે ડીલરોની આ વ્યાજબી માંગણીને નાણા મંત્રાલય પાસે મોકલી આપી છે. 15 ઓક્ટોબરથી 2000 રૂપિયાથી વધુના ટ્રાન્ઝેક્શન પર નવો નિયમ લાગુ થવાનો હોવાથી, એવી પૂરી શક્યતા છે કે તે તારીખ પહેલાં જ સરકાર આ અંગે કોઈ સત્તાવાર અને પોઝિટિવ જાહેરાત કરી દે.

બે રાજ્યોમાં 2000 થી વધુના UPI પેમેન્ટ પર બ્રેક

જોકે સરકાર તરફથી હજુ નિર્ણય આવવાનો બાકી છે, પરંતુ આ દરમિયાન મધ્યપ્રદેશ અને પંજાબના પેટ્રોલ પંપ ડીલરોએ મોટું એલાન કરી દીધું છે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે જો રાહત નહીં મળે તો તેઓ 15 ઓક્ટોબરથી 2000 રૂપિયાથી વધુનું પેમેન્ટ UPI દ્વારા લેવાનું બંધ કરી દેશે. મધ્યપ્રદેશના ડીલરોએ સ્પષ્ટતા કરી છે કે ગ્રાહકો માટે ક્રેડિટ કે ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરવાનો વિકલ્પ હંમેશા ખુલ્લો રહેશે. નોંધનીય છે કે માત્ર પેટ્રોલ પંપ જ નહીં, પરંતુ અન્ય છૂટક વેપારીઓ પણ આ નવા MDR ચાર્જનો સખત વિરોધ કરી રહ્યા છે.

આ પણ વાંચો-10મું નાપાસ ખેડૂત કેળાની ખેતીથી બન્યો કરોડપતિ, 55 એકરમાં ઉભો કર્યો 1.65 કરોડનો 'લીલો બિઝનેસ'

MoneyControl News

MoneyControl News

First Published: Sep 24, 2026 5:48 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.