8th Pay Commission: પ્રધાનમંત્રીએ ગુરુવારે કેન્દ્રીય કર્મચારીઓ માટે એક ખાસ ભેટની જાહેરાત કરી. સરકારે 8મા પગાર પંચની રચનાને મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ માહિતી આપી. સરકાર દ્વારા 8મા પગાર પંચને મંજૂરી આપવાની જાહેરાત બજેટ 2025ના થોડા દિવસો પહેલા જ કરવામાં આવી છે. જોકે, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે, તેના અમલીકરણની ચોક્કસ તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. એવું કહેવામાં આવ્યું છે કે તેની રચના વર્ષ 2026માં થઈ શકે છે. અહેવાલ મુજબ, તેમણે પુનરોચ્ચાર કર્યો કે 7મા પગાર પંચની ભલામણો પહેલાથી જ લાગુ કરવામાં આવી છે. સરકાર કમિશનની બાકીની વિગતો પછીથી માહિતી આપશે. આમાં ભાગ લેનારા સભ્યોને પણ જાણ કરવામાં આવશે.