BSNL Recharge Plan: ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) કસ્ટમર્સ માટે આવા પ્લાન લાવતું રહે છે. BSNL તેના કસ્ટમર્સ માટે આવા પ્લાન લાવતું રહે છે જેમાં તેમને લાંબા કૉલિંગ અને અનલિમિટેડ વાત કરવાના ઓપ્શન્સ મળે છે. જો તમને પણ ઈન્ટરનેટ ડેટા કરતાં વધુ અનલિમિટેડ કોલિંગના વિકલ્પની જરૂરીયાત હોય તો આ પ્લાન તમારા માટે ઉપયોગી થઈ શકે છે. BSNL નો 439 રૂપિયાપિયાનો પ્લાન તમારી જરૂરીયાતો પૂરી કરી શકે છે. આવો જાણીએ આ યોજનાઓ વિશે.
BSNLનો રૂપિયા 439 પ્રીપેડ પ્લાન (BSNL Rupees 439 prepaid recharge plan)
આ પ્લાનમાં આ બેનિફિટ મળશે
BSNLના આ પ્રીપેડ પ્લાનમાં કસ્ટમર્સને અનલિમિટેડ કોલિંગ સર્વિસ મળે છે. તેમાં અનલિમિટેડ કોલિંગ સાથે લોકલ, એસટીડી, નેશનલ રોમિંગ સામેલ છે. આ સાથે કસ્ટમર્સને દિલ્હી અને મુંબઈમાં MTL નેટવર્ક પર ફ્રી કોલિંગ સર્વિસ પણ મળશે. આ સિવાય BSNLના 439 રૂપિયાપિયાના પેકમાં 300 SMS સર્વિસ ઉપલબ્ધ છે.
BSNLનો રૂપિયા 797 પ્લાન (BSNL Rupees 797 Plan)
BSNLનો રૂપિયા. 797 પ્રીપેડ પ્લાન પ્લાન 365 દિવસ એટલે કે 12 મહિનાની વેલિડિટી આપે છે. આ પ્લાનમાં કસ્ટમર્સને દરરોજ 2GB ડેટા મળે છે. આ પ્રીપેડ પ્લાનમાં કસ્ટમર્સને અનલિમિટેડ કોલિંગ સર્વિસ પણ મળે છે. ઉપરાંત, તમે લોકલ, એસટીડી અને રોમિંગ કોલનો લાભ લઈ શકો છો. તમને દરરોજ 100 SMS ફ્રી મળે છે. જો કે, તમને આ તમામ લાભો 60 દિવસ સુધી મળે છે. આ પ્લાનમાં, 2GB દૈનિક મર્યાદા સમાપ્ત થયા પછી, ઇન્ટરનેટ સ્પીડ ઘટીને 40Kbps થઈ જશે.