Business idea: ઘરેબેઠા બિઝનેસ કરવાનો એકદમ મસાલેદાર આઇડિયા! વર્ષે 2.54 લાખ કમાવવા માટે સરકાર ખુદ આપશે લોન
ભારતમાં જ નહીં વિદેશોમાં પણ મસાલાઓની ભારે માંગ છે. દેશમાં લાખો ટન વિવિધ પ્રકારના મસાલાનું પ્રોડક્શન થાય છે. આવી સ્થિતિમાં, આ બિઝનેસ દ્વારા મોટો નફો કમાઈ શકાય છે. આ બિઝનેસમાં તમારે વધારે પૈસા રોકાણ કરવાની જરૂર નથી. મસાલા બનાવવાનો બિઝનેસ શરૂ કરવા માટે, તમારે સ્વાદ પર ખાસ ધ્યાન આપવું પડશે. સરકાર આ માટે લોન પણ આપે છે.
દેશમાં મસાલાની ઘણી જાતોનું લાખો ટન પ્રોડક્શન થાય છે.
Masala Making unit business idea: આજકાલ ઘણા લોકો ઓછું રોકાણ કરીને વધુ કમાણી કરી શકાય તેવા બિઝનેસની શોધ કરતા રહે છે. જો તમે પણ આવો કોઈ બિઝનેસ કરવાનું વિચારી રહ્યા હોવ અને આઇડિયાની શોધમાં હોવ, તો આજે અમે તમને એક મસાલેદાર બિઝનેસ આઈડિયા આપવા જઈ રહ્યા છીએ. આ બિઝનેસમાં તમારે માત્ર એક જ વખત પૈસાનું રોકાણ કરવાનું રહેશે. ત્યારબાદ તમે જીવનભર લાખો રૂપિયાની કમાણી કમાણી કરી શકશો. આ બિઝનેસની ખાસિયત એ છે કે તેની ડિમાન્ડ હંમેશા જળવાઈ રહે છે. આ બિઝનેસ છે મસાલા મેકિંગ યુનિટનો. આ બિઝનેસ શરુ કરવા માટે ખૂબ જ ઓછા પૈસાની જરૂર પડે છે. તેમજ મસાલા ભારતીય રસોડાનો અભિન્ન ભાગ છે.
દેશમાં મસાલાની ઘણી જાતોનું લાખો ટન પ્રોડક્શન થાય છે. તેને બનાવવા આસાન છે અને તેને રિજનલ ટેસ્ટ અને ફ્લેવરના આધારે તૈયાર કરવામાં આવે છે. જો તમને સ્વાદ અને ફ્લેવરની સમજ હોય અને માર્કેટનું થોડું નોલેજ હોય, તો તમે મસાલા મેકિંગ યુનિટ બિઝનેસ શરુ કરીને મોટી કમાણી કરી શકો છો.
કેટલો થશે ખર્ચ?
ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (KVC)ના એક રિપોર્ટમાં માંસલ મેકિંગ યુનિટ લગાવવાનો એક સંપૂર્ણ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ અનુસાર, મસાલા મેકિંગ યુનિટ લગાવવામાં 3.50 લાખ રૂપિયાનો ખર્ચ થશે. જેમાં 300 સ્કવેર ફુટ બિલ્ડીંગ શેડ પર 60 હજાર રૂપિયા અને ઇક્વિપમેન્ટ પર 40 હજાર રૂપિયાનો ખર્ચ થશે. આ ઉપરાંત કામ શરુ કરવા માટે થનાર ખર્ચ માટે 2.50 લાખ રૂપિયાની જરૂર પડશે. આટલી રકમમાં તમારો બિઝનેસ શરુ થઇ જશે.
કેવી રીતે મેળવશો ફંડ?
જો તમારી પાસે આટલા રૂપિયા નથી, તો તમે આ બિઝનેસ શરુ કરવા માટે બેન્કથી લોન પણ લઇ શકો છો. પ્રધાનમંત્રી રોજગાર યોજના અંતર્ગત તમે આ બિઝનેસ માટે લોન લઇ શકો છો. આ ઉપરાંત તમે મુદ્રા લોન યોજના (Mudra Loan Scheme)ની મદદ પણ લઇ શકો છો.
અહીંથી ખરીદો સમાન
તમે હોલસેલ કે ઓનલાઇન સોર્સથી મસાલા અને મશીન ખરીદવા માટે આ લિંક પરથી જાણકારી મેળવી શકો છો. https://www.indiamart.com/
કેટલી થશે કમાણી?
પ્રોજેક્ટ રિપોર્ટ અનુસાર, તમે વાષિક 193 ક્વિન્ટલ મસાલાનું પ્રોડક્શન કરી શકો છો. જેમાં 5400 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે આખા વર્ષમાં કુલ 10.42 રૂપિયાનું વેચાણ કરી શકો છો. જેમાંથી બધો ખર્ચ કપાત કર્યા બાદ તમને વર્ષે 2.54 લાખ રૂપિયાનો પ્રોફિટ થશે. એટલે કે મહિનામાં 21 હજાર રૂપિયાથી વધુ કમાણી થશે.
આ રીતે વધારો પ્રોફિટ
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જો તમે ભાડાની જગ્યાને બદલે પોતાના ઘરમાં આ બિઝનેસ શરુ કરો છો, તો તમારો પ્રોફિટ વધી જશે. ઘરમાં બિઝનેસ શરુ કરવા પર કુલ પ્રોજેક્ટ કોસ્ટ ઘટી જશે અને પ્રોફિટ વધશે.
માર્કેટિંગ
કોઈપણ પ્રોડક્ટ તેના ડિઝાઈનર પેકિંગથી વેચાય છે. પેકીંગ માટે કોઈ પેકેજીંગ એક્સપર્ટની સલાહ લો અને પોતાની પ્રોડક્ટની પેકેજીંગને સારી બનાવો. સાથે જ તમારા પ્રોડક્ટને સ્થાનિક માર્કેટમાં લોન્ચ કરો. દુકાનદારો અને ઘરોમાં સીધો કોન્ટેક્ટ કરો. આ ઉપરાંત કંપનીની એક વેબસાઈટ પણ બનાવો અને તેમાં બધી પ્રોડક્ટ્સનો ઉલ્લેખ કરો અને સોશ્યલ મીડિયા પેજ પણ બનાવો, જેથી સમગ્ર દુનિયાને તમારી પ્રોડ્કટની જાણકારી મળી શકે.