એર ઇન્ડિયાએ ઇન્સસ્ટ્રક્ટર પાઇલટની સર્વિસ કેમ કરી ખત્મ? 10 અન્ય પાઇલટ્સને કર્યા ફરજ મુકત, જાણો સંપૂર્ણ વિગતો | Moneycontrol Gujarati
Get App

એર ઇન્ડિયાએ ઇન્સસ્ટ્રક્ટર પાઇલટની સર્વિસ કેમ કરી ખત્મ? 10 અન્ય પાઇલટ્સને કર્યા ફરજ મુકત, જાણો સંપૂર્ણ વિગતો

વ્હિસલબ્લોઅરે પોતાના આરોપોમાં કહ્યું હતું કે સિમ્યુલેટર ઇન્સસ્ટ્રક્ટર પાઇલટ પોતાની ફરજો યોગ્ય રીતે નિભાવવામાં નિષ્ફળ ગયો હતો. એર ઇન્ડિયાએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે કંપનીએ વ્હિસલબ્લોઅર દ્વારા લગાવવામાં આવેલા આરોપોની વિગતવાર તપાસ હાથ ધરી હતી અને પુરાવાઓની સમીક્ષા કર્યા પછી, જાણવા મળ્યું કે પાઇલટ પર લગાવવામાં આવેલા આરોપો સાચા હતા.

અપડેટેડ 12:39:35 PM Mar 06, 2025 પર
Story continues below Advertisement
તપાસ બાદ એર ઇન્ડિયાએ આરોપોને કન્ફોર્મ કર્યા

ટાટા ગ્રુપની એરલાઇન કંપની એર ઇન્ડિયાએ એક મોટી કાર્યવાહી કરી અને તેના એક ઇન્સસ્ટ્રક્ટર પાઇલટની સર્વિસ સમાપ્ત કરી દીધી. આ સાથે કંપનીએ ઇન્સસ્ટ્રક્ટર પાઇલટ પાસેથી તાલીમ લેનારા 10 અન્ય પાઇલટ્સને પણ ફરજ પરથી દૂર કર્યા છે. એર ઈન્ડિયાએ આ બાબતની માહિતી આપી. એર ઇન્ડિયાએ આ બાબત અંગે ઉડ્ડયન રેગ્યુલેટર DGCAને પણ જાણ કરી છે. આપને જણાવી દઈએ કે ટાટા ગ્રુપની માલિકીની આ એરલાઇન કંપનીએ તાજેતરમાં એક 'વ્હિસલબ્લોઅર' દ્વારા લગાવવામાં આવેલા આરોપો બાદ આ કાર્યવાહી કરી છે.

તપાસ બાદ એર ઇન્ડિયાએ આરોપોને કન્ફોર્મ કર્યા

એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે તેમણે ફરજોમાં બેદરકારી બદલ એક ઇન્સસ્ટ્રક્ટર પાઇલટની સર્વિસને સમાપ્ત કરી દીધી છે અને તેમના હેઠળ તાલીમ પામેલા 10 પાઇલટ્સને પણ તપાસ પૂર્ણ થવા સુધી ઉડાન ફરજોમાંથી દૂર કર્યા છે. વ્હિસલબ્લોઅરે પોતાના આરોપોમાં કહ્યું હતું કે સિમ્યુલેટર ઇન્સસ્ટ્રક્ટર પાઇલટ પોતાની ફરજો યોગ્ય રીતે નિભાવવામાં નિષ્ફળ ગયો હતો. એર ઇન્ડિયાએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે કંપનીએ વ્હિસલબ્લોઅર દ્વારા લગાવવામાં આવેલા આરોપોની વિગતવાર તપાસ હાથ ધરી હતી અને પુરાવાઓની સમીક્ષા કર્યા પછી, જાણવા મળ્યું કે પાઇલટ પર લગાવવામાં આવેલા આરોપો સાચા હતા.

ઇન્સસ્ટ્રક્ટર પાઇલટ્સ નવા પાઇલટ્સને વિમાન ઉડાડવાનું શીખવે છે

જોકે, એરલાઇન કંપની એર ઇન્ડિયાએ આ મામલે વધુ માહિતી આપી નથી. એર ઇન્ડિયાએ પણ આ મામલે આગળ આવવા બદલ વ્હિસલબ્લોઅરની પ્રશંસા કરી. ઇન્સસ્ટ્રક્ટર પાઇલટ વિશેની માહિતી અને લેવામાં આવેલી કાર્યવાહી અંગેની અન્ય વિગતો હજુ સુધી પ્રાપ્ત થઈ નથી. આપને જણાવી દઈએ કે ઇન્સસ્ટ્રક્ટર પાઇલટને ફ્લાઇટ ઇન્સસ્ટ્રક્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે. ઇન્સસ્ટ્રક્ટર પાઇલટ્સ પાસે નવા પાઇલટ્સને વિમાન ઉડાડવાનું શીખવવાનો જબરદસ્ત અનુભવ હોય છે. તેઓ નવા પાઇલટ્સને તાલીમ અને શિક્ષિત કરવા તેમજ હાલના પાઇલટ્સને તેમની કુશળતા સુધારવામાં મદદ કરવા માટે જવાબદાર છે.


આ પણ વાંચો  - USA tariff on india: ટ્રમ્પના ટેરિફ એટેકથી બચી જશે ભારત! મોદી સરકાર ખેલી રહી છે ‘ટ્રમ્પ કાર્ડ’

MoneyControl News

MoneyControl News

First Published: Mar 06, 2025 12:39 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.