Salary Bonus: સરકારી કર્મચારીઓને તો જલસા જ જલસા... મોદી સરકારે આપી દિવાળી ગિફ્ટ, બોનસ તરીકે મળશે એક મહિનાનો પગાર | Moneycontrol Gujarati
Get App

Salary Bonus: સરકારી કર્મચારીઓને તો જલસા જ જલસા... મોદી સરકારે આપી દિવાળી ગિફ્ટ, બોનસ તરીકે મળશે એક મહિનાનો પગાર

GOOD NEWS: કેન્દ્ર સરકારે ગ્રુપ બી અને ગ્રુપ સી અંતર્ગત આવતા કર્મચારીઓ, જે કોઈ પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ સ્કીમ અંતર્ગત નથી આવતા, તેમને પણ આ બોનસ આપવામાં આવશે.

અપડેટેડ 10:47:39 AM Oct 18, 2023 પર
Story continues below Advertisement
GOOD NEWS: એડહોક બોનસનો ફાયદો કેન્દ્રીય અર્ધસૈનિક દળના તમામ યોગ્ય કર્મચારીઓને પણ મળશે.

GOOD NEWS: કેન્દ્રીય નાણામંત્રાલયે કેન્દ્ર સરકારના કર્મચારીઓને દીવાળીને મોટી ગિફ્ટ આપી દીધી છે. નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડહોક બોનસ) આપવાની જાહેરાત કરી દીધી છે. જે અંતર્ગત તમામ પાત્ર કર્મચારીઓને 30 દિવસનો પગાર આપવામાં આવશે.

કેન્દ્ર સરકારે ગ્રુપ બી અને ગ્રુપ સી અંતર્ગત આવતા કર્મચારીઓ, જે કોઈ પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ સ્કીમ અંતર્ગત નથી આવતા, તેમને પણ આ બોનસ આપવામાં આવશે.

એડહોક બોનસનો ફાયદો કેન્દ્રીય અર્ધસૈનિક દળના તમામ યોગ્ય કર્મચારીઓને પણ મળશે.


નાણામંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશ અનુસાર, એડહોક બોનસ અંતર્ગત જે રકમ આપવામાં આવે છે, તેની ફાળવણી માટે એક નિયમ બનાવ્યો છે. કર્મચારીઓની સરેરાશ વેતન, ગણતરીની ઉચ્ચત્તમ મર્યાદા અનુસાર, જે પણ ઓછું હશે, તેના આધાર પર બોનસ જોડવામાં આવશે. જો કોઈ કર્મચારીને સાત હજાર રૂપિયા મળે છે, તો તેને 30 દિવસનું માસિક બોનસ લગભગ 6907 રૂપિયા મળશે. આવી જ રીતે બોનસનો ફાયદો, કેન્દ્ર સરકારના એ કર્મચારીઓને જ મળશે, જે 31 માર્ચ 2023ના રોજ સેવામાં હોય. તેમણે વર્ષ 2022-23 દરમ્યાન કમસે કમ છ મહિના સતત ડ્યૂટી કરી છે. નાણામંત્રાલયના આદેશમાં કહેવાયું છે કે જે કર્મચારી હંગામી રીતે એડહોક બેસ પર નિયુક્ત છે, તેમને પણ બોનસ મળશે. શરત એછે કે સેવામાં કોઈ બ્રેક ન હોવો જોઈએ.

એવા કર્મચારી જે 31 માર્ચ 2023ના અથવા તેની પહેલા સેવામાંથી બહાર થઈ ગયા, તેમને ત્યાગપત્ર આપી દીધું અથવા સેવાનિવૃત થઈ ગયા હોય, તેમને સ્પેશિયલ કેસ માનવામાં આવશે. તે અંતર્ગત તે કર્મી, જે અમાન્ય રીતે મેડિકલ આધાર પર 31 માર્ચથી પહેલા રિટાયર થઈ ગયા અથવા દિવંગત થઈ ગયા છે. પણ તેમને નાણાકીય વર્ષમાં 6 મહિના સુધી નિયમિત ડ્યૂટી કરી છે, તો તેમને એડહોક બોનસ માટે યોગ્ય માનવામાં આવશે. તેના માટે સંબંધિત કર્મચારીની નિયમિત સેવાની નજીકની સંખ્યાના આધાર બનાવીને પ્રો રાટા બેસિસ પર બોનસ આપવામા આવશે.

આ પણ વાંચો - Indus Shield Exercise 2023: પાકિસ્તાની વાયુસેનાની મોટી યુદ્ધ કવાયત, UAE સહિત જોડાશે આ 14 દેશો, ભારતની ચાંપતી નજર

MoneyControl News

MoneyControl News

First Published: Oct 18, 2023 10:47 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.