Indus Shield Exercise 2023: પાકિસ્તાની વાયુસેનાની મોટી યુદ્ધ કવાયત, UAE સહિત જોડાશે આ 14 દેશો, ભારતની ચાંપતી નજર | Moneycontrol Gujarati
Get App

Indus Shield Exercise 2023: પાકિસ્તાની વાયુસેનાની મોટી યુદ્ધ કવાયત, UAE સહિત જોડાશે આ 14 દેશો, ભારતની ચાંપતી નજર

Indus Shield Exercise 2023: ચીનનાં સહયોગથી વધારી રહ્યું છે સૈન્ય શક્તિ, પાકિસ્તાનની યુદ્ધ કવાયત ભારત માટે ચેતવણી, હવાઈ અભ્યાસમાં સતત થઈ રહ્યો છે વધારો

અપડેટેડ 10:20:34 AM Oct 18, 2023 પર
Story continues below Advertisement
Indus Shield Exercise 2023: પાકિસ્તાને પણ 14 દેશ સાથે મળીને યુદ્ધ અભ્યાસ શરૂ કર્યો છે.

Indus Shield Exercise 2023: ઈઝરાયેલ હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં દિવસે દિવસે ગંભીર સ્થિતિ જોવા મળી રહી છે. એવામાં હવે આસપાસના દેશોમાં ચિંતાનો માહોલ દેશના તંત્રની ઊંધ હરામ કરી કરી રહ્યો છે. લડાઈનો માહોલ જોઈને સૌ કોઈ દેશે પોતાની સુરક્ષાના પગલાં લેવાના શરૂ કર્યા છે. એમાંથી હવે પાકિસ્તાન પણ બાકાત નથી. પાકિસ્તાને પણ 14 દેશ સાથે મળીને યુદ્ધ અભ્યાસ શરૂ કર્યો છે.

પાકિસ્તાન સાથે 14 દેશોનો યુદ્ધાભ્યાસ

પાકિસ્તાનની વાયુસેના ટૂંક સમયમાં એક મોટી યુદ્ધ કવાયત કરવા જઈ રહી છે. તેમાં UAE સહિત ઓછામાં ઓછા 14 દેશો ભાગ લેશે. પાકિસ્તાન એરફોર્સ તેના એક ઓપરેશનલ બેઝ પર આ યુદ્ધ અભ્યાસ કરી રહ્યું છે. આ કવાયતને ‘ઈન્ડસ શિલ્ડ 2023' નામ આપવામાં આવ્યું છે. તેમાં ચીન અને સાઉદી અરેબિયા સહિત 14 દેશોની વાયુસેના ભાગ લઈ રહી છે.


આંતરરાષ્ટ્રીય સહયોગ વધારવાનો હેતુ

‘ઇન્ડસ શિલ્ડ 2023'માં 14 દેશોના વાયુસેનાના યુનિટ્સ ભાગ લઈ રહ્યા છે. આ યુદ્ધ કવાયત દ્વારા પાકિસ્તાની વાયુ સેના તેની ક્ષમતા પ્રદર્શિત કરવાનો અને આંતરરાષ્ટ્રીય સહયોગ વધારવાનો હેતુ ધરાવે છે. આ કવાયત પાકિસ્તાનની સૌથી મોટી હવાઈ લડાઇ કવાયતોમાંથી એક છે અને વાયુ સેનાની પ્રતિબદ્ધતાને સાકાર કરવા માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ માનવામાં આવે છે.

ચીનની સાથે જર્મની જેવા દેશો પણ સામેલ

આ કવાયતમાં અઝરબૈજાન, બહેરીન, ચીન, ઈજીપ્ત, જર્મની, હંગેરી, ઈન્ડોનેશિયા, ઈરાન, ઈટાલી, કુવૈત, મોરોક્કો, ઓમાન, પાકિસ્તાન, કતાર, સાઉદી અરેબિયા, તુર્કી, સંયુક્ત આરબ અમીરાત અને ઉઝબેકિસ્તાન ભાગ લઈ રહ્યા છે. ગત મહિને જ પાકિસ્તાની વાયુ સેનાએ ચીન સાથે એક મોટી કવાયત હાથ ધરી હતી. ચીન અને પાકિસ્તાને ઉત્તર-પશ્ચિમ ચીનમાં શાહીન-એક્સ સંયુક્ત હવાઈ કવાયત સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી.

વાયુસેનાની સૈન્ય શક્તિનો ઉલ્લેખ

પાકિસ્તાન વાયુસેનાએ જણાવ્યું હતું કે "ચીનમાં સંયુક્ત હવાઈ અભ્યાસમાં સફળ ભાગ લીધા બાદ પાકિસ્તાન એરફોર્સના J-10C અને JF-17 ફાઈટર એરક્રાફ્ટ પાકિસ્તાનના ઓપરેશનલ એરબેઝ પર પાછા ફર્યા હતા". આવું પહેલી વખત નથી બન્યુ કે, વાયુસેનાના વિમાનને લઈને પાકિસ્તાને પોતાની વાત મૂકી હોય. આ પહેલા પણ એમના વિમાન આંતરરાષ્ટ્રીય સ્તરે વિવાદમાં રહ્યા છે હવે આવા અભ્યાસ થકી છબી ઉજળી રાખવા માટે વાત કરે છે.

આ પણ વાંચો - RAPIDX: 160ની સ્પીડ, બુલેટ ટ્રેનનો લુક અને હાઈટેક ફિચર્સ, PM મોદી આ દિવસે કરશે રેપિડ રેલનું ઉદ્ઘાટન

MoneyControl News

MoneyControl News

First Published: Oct 18, 2023 10:20 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.