EPFOની VISHWAS 2026 સ્કીમ હેઠળ 37%ની PF પેનલ્ટીમાં બમ્પર છૂટ! જાણો કોને મળશે લાભ અને કેવી રીતે કરવી ઓનલાઈન અરજી | Moneycontrol Gujarati
Get App

EPFOની VISHWAS 2026 સ્કીમ હેઠળ 37%ની PF પેનલ્ટીમાં બમ્પર છૂટ! જાણો કોને મળશે લાભ અને કેવી રીતે કરવી ઓનલાઈન અરજી

EPFO VISHWAS 2026 Scheme: EPFO એ પેન્ડિંગ PF પેનલ્ટીના કેસોના નિકાલ માટે ‘VISHWAS 2026’ સ્કીમ શરૂ કરી છે. હવે વાર્ષિક 37% દંડને બદલે માત્ર 0.25%થી 1% પ્રતિ માસના દરે સેટલમેન્ટ થશે. જાણો અરજીની રીત.

અપડેટેડ 11:36:30 AM Nov 11, 2026 પર
Story continues below Advertisement
શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશન અનુસાર, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ તમામ પાત્ર સંસ્થાઓને 28 ડિસેમ્બરની અંતિમ તારીખ પૂર્ણ થાય તે પહેલાં આ યોજનાનો લાભ ઉઠાવી લેવા અપીલ કરી છે.

EPFO VISHWAS 2026 Scheme: કર્મચારીઓના ભવિષ્ય નિધિ (PF)ના ફાળામાં વિલંબ થવાને કારણે લાંબા સમયથી કાયદાકીય કે વહીવટી વિવાદોમાં અટવાયેલા નોકરીદાતાઓ (કંપનીઓ/સંસ્થાઓ) માટે કેન્દ્ર સરકાર એક શાનદાર તક લઈને આવી છે. કેન્દ્ર સરકારની વન-ટાઈમ સેટલમેન્ટ યોજના 'VISHWAS 2026' હેઠળ નોકરીદાતાઓ 28 ડિસેમ્બર 2026 સુધીમાં ભારે રાહત દરે પોતાના પેન્ડિંગ PF દંડનો કાયમી નિકાલ કરી શકે છે.

શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશન અનુસાર, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ તમામ પાત્ર સંસ્થાઓને 28 ડિસેમ્બરની અંતિમ તારીખ પૂર્ણ થાય તે પહેલાં આ યોજનાનો લાભ ઉઠાવી લેવા અપીલ કરી છે. ખાસ ધ્યાન રાખવું કે આ ડેડલાઈનને હવે આગળ લંબાવવામાં આવશે નહીં.

37% સુધી લાગતી ભારેખમ પેનલ્ટીમાં મોટો ઘટાડો


સામાન્ય નિયમો હેઠળ, PF નો ફાળો જમા કરાવવામાં વિલંબ થાય તો નોકરીદાતાઓ પર વાર્ષિક 37% સુધીનો ભારે દંડ અને પેનલ્ટી ફટકારવામાં આવે છે. પરંતુ 'VISHWAS 2026' યોજના હેઠળ વિલંબના સમયગાળાના આધારે આ દંડને એકદમ નજીવા દરો સુધી સીમિત કરી દેવામાં આવ્યો છે:

2 મહિના સુધીના વિલંબ પર: નોકરીદાતાઓએ માત્ર 0.25% પ્રતિ માસ ના દરે દંડ (હરજાણું) ચૂકવવાનો રહેશે.

2 થી 4 મહિનાના વિલંબ પર: દંડનો દર 0.50% પ્રતિ માસ નક્કી કરવામાં આવ્યો છે.

4 મહિનાથી વધુના વિલંબ પર: નોકરીદાતાઓએ માત્ર 1% પ્રતિ માસ ના દરે દંડની ચુકવણી કરવાની રહેશે.

કયા-કયા વિવાદિત કેસો આ યોજના માટે પાત્ર છે?

‘VISHWAS 2026’ યોજના 14 જૂન 2024 પહેલાં કરવામાં આવેલા વિલંબિત PF પેમેન્ટ સાથે જોડાયેલા નીચે મુજબના પાત્ર કેસોને આવરી લે છે:

કોર્ટમાં પેન્ડિંગ કેસો: એવા કેસો જ્યાં દંડ સંબંધિત કાર્યવાહી કોઈપણ કોર્ટ અથવા ટ્રિબ્યુનલ સમક્ષ પેન્ડિંગ હોય.

પેન્ડિંગ રિકવરીવાળા આદેશો: જ્યાં EPFO દ્વારા દંડનો આદેશ પસાર કરી દેવામાં આવ્યો હોય, પરંતુ રિકવરી સંપૂર્ણ અથવા આંશિક રીતે હજુ બાકી હોય.

પેન્ડિંગ નોટિસવાળા કેસો: જ્યાં EPFO એ કારણદર્શક નોટિસ (Show Cause Notice) તો જારી કરી છે, પરંતુ હજુ સુધી અંતિમ આદેશ પસાર કર્યો નથી.

નોટિસ વગરના વિલંબિત રેકોર્ડ: જ્યાં EPFO ના રેકોર્ડમાં PF ચુકવણીમાં વિલંબ દેખાય છે, પરંતુ અત્યાર સુધી કોઈ સત્તાવાર દંડની નોટિસ મોકલવામાં આવી નથી.

ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા: માત્ર 15 દિવસમાં થશે નિકાલ

નોકરીદાતાઓ ‘EPFO Employer Portal' દ્વારા સંપૂર્ણપણે 100% ડિજિટલ રીતે અરજી કરી શકે છે:

વ્યાજની ચુકવણી: અરજી કરતા પહેલાં નોકરીદાતાઓએ વિલંબિત PF ફાળા પર લાગતું મૂળ વ્યાજ ચૂકવવું ફરજિયાત રહેશે.

ડિજિટલ પ્રક્રિયા: ત્યારબાદ પોર્ટલ પર ‘VISHWAS 2026' મોડ્યુલમાં જઈને સંબંધિત કેટેગરી પસંદ કરો, જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો અને ડિજિટલ સિગ્નેચર સાથે અરજી સબમિટ કરો.

ઓટો-કેલ્ક્યુલેશન અને 15 દિવસનો સમય: સિસ્ટમ ઓટોમેટિક જ સુધારેલા દંડની રકમની ગણતરી કરી લેશે. આ રકમ જમા કરાવવા માટે 15 દિવસનો સમય મળશે, જેને જરૂર પડ્યે આપોઆપ વધુ 15 દિવસ માટે લંબાવી શકાય છે.

સેટલમેન્ટ સર્ટિફિકેટ: પેમેન્ટ કન્ફર્મ થતાં જ EPFO ડિજિટલી સાઈન્ડ ‘Settlement Certificate’ જારી કરી દેશે અને સંબંધિત કોર્ટમાં ચાલી રહેલો કેસ કાયમ માટે બંધ થઈ જશે.

હાઈકોર્ટનું પણ મળ્યું સમર્થન, હેલ્પલાઈન નંબર જાહેર

દેશની અનેક પ્રમુખ અદાલતોએ પણ આ યોજનાને આવકારી છે. બોમ્બે હાઈકોર્ટ એ એક કેસમાં નોકરીદાતાને 2 અઠવાડિયાની અંદર 'VISHWAS 2026' હેઠળ અરજી કરવાનો નિર્દેશ આપ્યો હતો. મદ્રાસ હાઈકોર્ટે પણ નોકરીદાતા દ્વારા યોજનાનો લાભ લેવાની સંમતિ દર્શાવ્યા બાદ અરજીનો નિકાલ કર્યો હતો. જ્યારે કેરળ હાઈકોર્ટ (એર્નાકુલમ બેન્ચ) એ 19 અલગ-અલગ કેસોમાં સંસ્થાઓને EPFO પાસે જઈને આ યોજના હેઠળ સમાધાન કરવાનો આદેશ આપ્યો છે.

નોકરીદાતાઓની મદદ માટે EPFOની 153 પ્રાદેશિક કચેરીઓમાં ખાસ 'VISHWAS Cells' અને હેલ્પડેસ્ક બનાવવામાં આવ્યા છે. વધુ માહિતી માટે ટોલ-ફ્રી નંબર 1800-180-1820 પર પણ સંપર્ક કરી શકાય છે.

આ પણ વાંચો- Tata Steel Share Price: 'Buy' રેટિંગ આપ્યા પછી પણ બ્રોકરેજ ફર્મ નોમુરાએ કેમ ઘટાડ્યો ટાટા સ્ટીલનો ટાર્ગેટ પ્રાઈસ? જાણો શેરમાં કેટલી થશે કમાણી

MoneyControl News

MoneyControl News

First Published: Nov 11, 2026 11:36 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.