Milk Price Hike: મોંઘવારીનો વધુ એક માર, આવતીકાલે 12 નવેમ્બરથી અમૂલ અને મધર ડેરીનું દૂધ પ્રતિ લીટર 6 સુધી મોંઘું થયું
સામાન્ય માણસના રસોડાનું બજેટ ફરી ખોરવાયું છે. અમૂલ અને મધર ડેરીએ 12 નવેમ્બરથી દૂધના ભાવમાં પ્રતિ લીટર 2 થી 6 સુધીનો તોતિંગ વધારો કર્યો છે. જાણો દૂધની નવી રેટ લિસ્ટ.
ફૂલ ક્રીમ ભેંસનું દૂધ : આ વેરિઅન્ટ પર સૌથી મોટો માર પડ્યો છે. તેના ભાવમાં સીધો 6નો વધારો થતાં તે પ્રતિ લીટર 80 થી વધીને 86ના રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે.
Amul and Mother Dairy Milk Price Hike: તહેવારો પૂર્ણ થતાની સાથે જ સામાન્ય માણસના રસોડાનું બજેટ ફરી એકવાર ખોરવાઈ જવાનું છે. દેશની દિગ્ગજ ડેરી કંપનીઓ અમૂલ અને મધર ડેરીએ દૂધના ભાવમાં મોટો વધારો કરવાની જાહેરાત કરી છે. દૂધની ખરીદ કિંમતમાં થયેલો વધારો અને બજારમાં દૂધના ઓછા પુરવઠાને કારણે અમૂલે પોતાના દૂધના ભાવમાં પ્રતિ લીટર 2 થી 6 સુધીનો વધારો ઝીંક્યો છે, જે ગુરુવાર, 12 નવેમ્બરથી લાગુ થશે. બીજી તરફ, મધર ડેરીએ પણ પોતાના લિક્વિડ મિલ્ક વેરિઅન્ટ્સના ભાવમાં પ્રતિ લીટર 2 થી 4નો વધારો કરવાનું એલાન કર્યું છે.
સમાચાર એજન્સી ANI ના અહેવાલ મુજબ, અમૂલે અલગ-અલગ કેટેગરીના દૂધના ભાવમાં નીચે મુજબનો વધારો કર્યો છે.
ફૂલ ક્રીમ ભેંસનું દૂધ : આ વેરિઅન્ટ પર સૌથી મોટો માર પડ્યો છે. તેના ભાવમાં સીધો 6 નો વધારો થતાં તે પ્રતિ લીટર 80 થી વધીને 86 ના રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે.
ફૂલ ક્રીમ પેક દૂધ: અમૂલના ફૂલ ક્રીમ પેક દૂધના ભાવમાં પ્રતિ લીટર 4 નો વધારો કરવામાં આવ્યો છે.
ટોન્ડ મિલ્ક : આ વેરિઅન્ટના ભાવમાં પ્રતિ લીટર 2 નો વધારો કરાયો છે.
મધર ડેરીની નવી રેટ લિસ્ટ (દિલ્હી-NCR)
મધર ડેરીના વધેલા ભાવ પણ 12 નવેમ્બરથી લાગુ થઈ રહ્યા છે, જેના નવા દરો નીચે પ્રમાણે છે.
સામાન્ય રીતે શિયાળાની ઋતુને દૂધ ઉત્પાદન માટે 'ફ્લશ સીઝન' ગણવામાં આવે છે, જેમાં દૂધનું ઉત્પાદન વધે છે અને કિંમતો સ્થિર રહે છે. પરંતુ આ વખતે પરિસ્થિતિ તદ્દન વિપરીત છે. ડેરી સેક્ટરમાં આવેલા આ ભાવવધારા પાછળ મુખ્ય બે કારણો જવાબદાર છે:
ફેટની કિંમતોમાં 25% સુધીનો ઉછાળો: છેલ્લા કેટલાક મહિનાઓમાં દૂધના ફેટના ભાવ આસમાને પહોંચ્યા છે અને તેમાં 25% સુધીનો વધારો થયો છે, જેના કારણે ડેરી કંપનીઓનો ખર્ચ ખૂબ વધી ગયો છે. તાજા દૂધની અછતને કારણે જ્યારે કંપનીઓ પાવડર અને ફેટનો ઉપયોગ કરે છે, ત્યારે ફેટ મોંઘા હોવાથી આખું ગણિત બગડી ગયું છે અને આ બોજ જનતા પર નાખવો પડ્યો છે.
મોંઘો પશુ આહાર અને ખરીદ કિંમતમાં વધારો: પશુઓનો ચારો અને ખાણદાણ મોંઘા થવાથી પશુપાલકો અને ખેડૂતોનો ખર્ચ વધ્યો છે. જેના કારણે કંપનીઓએ પશુપાલકોને દૂધની ખરીદીના વધુ ભાવ આપવા પડી રહ્યા છે. અમૂલે ફેટ સાથે જોડાયેલા ખરીદ ભાવને વધારીને 1,000 પ્રતિ કિલો કરી દીધો છે, જેનાથી પશુપાલકોને હવે પ્રતિ લીટર 60 થી વધુ ભાવ મળી રહ્યા છે.