બેંકમાં નોકરીની શાનદાર તક: કેનેરા બેંકમાં 3500 જગ્યાઓ પર બમ્પર ભરતી, ગ્રેજ્યુએટ યુવાનો માટે ગોલ્ડન ચાન્સ
Canara Bank Recruitment 2026: કેનેરા બેંકમાં 3500 એપ્રેન્ટિસ પોસ્ટ માટે બમ્પર ભરતી 2026 જાહેર. ગ્રેજ્યુએટ ઉમેદવારો 1 ઓક્ટોબરથી 17 ઓક્ટોબર સુધી ઓનલાઈન અરજી કરી શકે છે. દર મહિને 16,650 સ્ટાઈપેન્ડ મળશે. જાણો ફોર્મ ભરવાની પૂરી વિગત.
આ ભરતી માટેનું સત્તાવાર નોટિફિકેશન બહાર પાડી દેવામાં આવ્યું છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઓનલાઈન માધ્યમથી પોતાનું ફોર્મ ભરી શકશે.
Canara Bank Recruitment 2026: બેંકમાં નોકરી કરવાનું સપનું જોઈ રહેલા યુવાનો માટે એક ખૂબ જ સારા સમાચાર આવ્યા છે. જો તમે પણ ગ્રેજ્યુએશન પૂરું કરી લીધું છે અને સારી નોકરીની શોધમાં છો, તો કેનેરા બેંક તમારા માટે એક શાનદાર તક લઈને આવી છે. કેનેરા બેંકે એપ્રેન્ટિસની 3500 જગ્યાઓ માટે બમ્પર ભરતી બહાર પાડી છે.
આ ભરતી માટેનું સત્તાવાર નોટિફિકેશન બહાર પાડી દેવામાં આવ્યું છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઓનલાઈન માધ્યમથી પોતાનું ફોર્મ ભરી શકશે. તો ચાલો જાણીએ આ ભરતીની તમામ મહત્વની માહિતી, શૈક્ષણિક લાયકાત અને ફોર્મ ભરવાની રીત વિશે.
મહત્વપૂર્ણ તારીખો
આ ભરતી પ્રક્રિયામાં સમયસર અરજી કરવી ખૂબ જ જરૂરી છે, તેથી આ તારીખો ખાસ નોંધી લેવી:
* નોટિફિકેશન જાહેર થયાની તારીખ: 28 સપ્ટેમ્બર 2026
* ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ: 1 ઓક્ટોબર 2026
* અરજી કરવાની છેલ્લી તારીખ: 17 ઓક્ટોબર 2026
કોણ કરી શકશે અરજી, શૈક્ષણિક લાયકાત અને ઉંમર
શૈક્ષણિક લાયકાત: ઉમેદવારે કોઈપણ પ્રવાહમાં ગ્રેજ્યુએશન પૂરું કરેલું હોવું જોઈએ. ખાસ ધ્યાન રાખવું કે તમારી ડિગ્રી 1 જાન્યુઆરી 2023 થી 1 સપ્ટેમ્બર 2026 ની વચ્ચે પૂરી થયેલી હોવી જોઈએ. આ ઉપરાંત, ઉમેદવારના ધોરણ 12 અથવા ડિપ્લોમામાં નક્કી કરેલા લઘુત્તમ માર્ક્સ હોવા જરૂરી છે.
વયમર્યાદા: અરજી કરનાર ઉમેદવારની ઉંમર 20 થી 28 વર્ષની વચ્ચે હોવી જોઈએ. ઉંમરની ગણતરી 1 સપ્ટેમ્બર 2026 ના આધારે કરવામાં આવશે. જોકે, અનામત વર્ગના ઉમેદવારોને સરકારી નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ મળશે.
પગાર અને ટ્રેનિંગ
આ એપ્રેન્ટિસશીપ પ્રોગ્રામ હેઠળ પસંદ થયેલા ઉમેદવારોને 12 મહિનાની ખાસ ટ્રેનિંગ આપવામાં આવશે. આ ટ્રેનિંગ દરમિયાન બેંક દ્વારા ઉમેદવારને દર મહિને 16,650 નું આકર્ષક સ્ટાઈપેન્ડ ચૂકવવામાં આવશે.
પસંદગી કઈ રીતે થશે?
આ ભરતીમાં કોઈ મોટી લેખિત પરીક્ષા નથી. ઉમેદવારોની પસંદગી મુખ્યત્વે મેરિટ લિસ્ટના આધારે થશે. સૌથી પહેલાં ધોરણ 12 અથવા ડિપ્લોમામાં મેળવેલા માર્ક્સના આધારે મેરિટ લિસ્ટ બનશે. શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોએ સ્થાનિક ભાષાની પરીક્ષા (Local Language Test) આપવાની રહેશે. ખાસ નોંધ- જે ઉમેદવારોએ ધોરણ 10 અથવા 12 માં જે-તે રાજ્યની સ્થાનિક ભાષાનો અભ્યાસ કર્યો હશે, તેમને આ ભાષાની પરીક્ષા આપવામાંથી મુક્તિ મળશે. અંતમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ ફિટનેસ ટેસ્ટ થશે.
કેવી રીતે કરશો ઓનલાઈન અરજી?
અરજી કરવાની પ્રક્રિયા એકદમ સરળ છે. નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરીને તમે ફોર્મ ભરી શકો છો:
* પહેલું સ્ટેપ (NATS રજીસ્ટ્રેશન): સૌથી પહેલાં ઉમેદવારે NATS પોર્ટલ (https://nats.education.gov.in) પર જઈને પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.
* બીજું સ્ટેપ: રજીસ્ટ્રેશન થઈ ગયા પછી, કેનેરા બેંકની સત્તાવાર વેબસાઈટ https://www.canarabank.bank.in/ પર જાવ.
* હવે વેબસાઈટ પર ‘Career' અથવા ‘Recruitment' વિભાગમાં જાવ.
* ત્યાં ‘Graduate Apprentices in Canara Bank under Apprentices' લિંક જોવા મળશે, તેના પર ક્લિક કરો.
* હવે ઓનલાઈન અરજીનું ફોર્મ ખૂલશે. તેમાં તમારી તમામ વ્યક્તિગત અને શૈક્ષણિક માહિતી સાવચેતીપૂર્વક ભરો.
* બધી જ વિગતો ફરી એકવાર ચેક કર્યા પછી ફોર્મ સબમિટ કરો.
* ભવિષ્યના ઉપયોગ માટે અરજી ફોર્મની પ્રિન્ટ કાઢીને તમારી પાસે સુરક્ષિત રાખો.
બેંકિંગ ક્ષેત્રમાં કરિયર બનાવવા માંગતા યુવાનો માટે આ એક સુવર્ણ તક છે. 17 ઓક્ટોબર 2026 છેલ્લી તારીખ હોવાથી, છેલ્લી ઘડીની ભીડથી બચવા માટે આજે જ NATS પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરી બેંકની વેબસાઈટ પર અરજી કરી દો.