9,000 મંથલી ફેમિલી પેન્શન માટે તમે યોગ્ય છો કે નહીં? કેન્દ્ર સરકારે જાહેર કર્યા નવા નિયમો, જાણો આવક મર્યાદા | Moneycontrol Gujarati
Get App

9,000 મંથલી ફેમિલી પેન્શન માટે તમે યોગ્ય છો કે નહીં? કેન્દ્ર સરકારે જાહેર કર્યા નવા નિયમો, જાણો આવક મર્યાદા

કેન્દ્ર સરકારે ફેમિલી પેન્શન માટે 9000ની આવક મર્યાદા અને પાત્રતાના નવા નિયમો સ્પષ્ટ કર્યા છે. પતિ/પત્ની, પુત્રીઓ અને દિવ્યાંગ બાળકો માટેના ફેરફારો વાંચો.

અપડેટેડ 01:47:04 PM Nov 17, 2026 પર
Story continues below Advertisement
નવા સ્પષ્ટીકરણ મુજબ, મૃતક કર્મચારીના કાયદેસરના પતિ અથવા પત્ની માટે કોઈ આવક મર્યાદા રાખવામાં આવી નથી.

કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોના અવસાન બાદ તેમના પરિવારને મળતા 'ફેમિલી પેન્શન' અંગે કેન્દ્ર સરકારે મોટો ખુલાસો કર્યો છે. પેન્શન અને પેન્શનર્સ વેલ્ફેર ડિપાર્ટમેન્ટએ એક મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કરીને સ્પષ્ટ કર્યું છે કે પરિવારના કયા સભ્યોને આ પેન્શન મળશે અને તેમના માટે આવક મર્યાદા તથા નાણાકીય નિર્ભરતાના શું નિયમો રહેશે.

નવા સ્પષ્ટીકરણ મુજબ, મૃતક કર્મચારીના કાયદેસરના પતિ અથવા પત્ની માટે કોઈ આવક મર્યાદા રાખવામાં આવી નથી. પરંતુ પરિવારના અન્ય સભ્યો જેવા કે અવિવાહિત, વિધવા કે છૂટાછેડા લીધેલી પુત્રીઓ, આશ્રિત માતા-પિતા અને દિવ્યાંગ બાળકો કે ભાઈ-બહેનો માટે ચોક્કસ આવક મર્યાદા નક્કી કરવામાં આવી છે.

કોના માટે શું છે આવક મર્યાદા ?


સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ (પેન્શન) નિયમો, 2021 ના નિયમ 50(11) મુજબ ફેમિલી પેન્શન માટેની માસિક આવક મર્યાદા નીચે મુજબ નક્કી કરવામાં આવી છે:

કાયદેસરના પતિ/પત્ની (Spouse): કોઈ પણ પ્રકારની આવક મર્યાદા લાગુ પડતી નથી. તેમની પોતાની કમાણી ગમે તેટલી હોય તો પણ તેમને પેન્શન મળશે.

અન્ય પાત્ર સભ્યો: અવિવાહિત, વિધવા અથવા છૂટાછેડા લીધેલી પુત્રીઓ, આશ્રિત માતા-પિતા અને નિઃસંતાન પુનઃવિવાહિત વિધવા માટે માસિક આવક 9,000 + લાગુ પડતું મોંઘવારી રાહત (DR) થી ઓછી હોવી જોઈએ. (આ રકમ હાલના લઘુત્તમ ફેમિલી પેન્શન જેટલી છે).

દિવ્યાંગ બાળકો અને ભાઈ-બહેન: માનસિક કે શારીરિક રીતે દિવ્યાંગ બાળકો અને ભાઈ-બહેનો માટે તેમની સંભવિત ફેમિલી પેન્શનની રકમ (હાલમાં કર્મચારીના પગારના 30% + DR) કરતાં તેમની આવક ઓછી હોવી જોઈએ.

શું પત્ની/પતિ પર કોઈ આવક મર્યાદા લાગુ પડે છે?

ના. સરકારના નિયમો મુજબ કાયદેસર રીતે પરણેલા પતિ કે પત્નીને ફેમિલી પેન્શન મેળવવા માટે કોઈ આવક મર્યાદામાંથી મુક્તિ આપવામાં આવી છે. તેમની પોતાની સ્વતંત્ર આવક હોય તો પણ તેઓ ફેમિલી પેન્શન મેળવવા માટે હકદાર રહેશે.

જોકે, સરકારે સ્પષ્ટ કર્યું છે કે નિઃસંતાન પુનઃવિવાહિત વિધવા ને આ મુક્તિ મળતી નથી. જો તેઓ પુનઃલગ્ન કરે છે અને તેમને કોઈ બાળક નથી, તો તેમણે ફેમિલી પેન્શન ચાલુ રાખવા માટે 9,000 + DR થી ઓછી આવકની શરત પૂરી કરવી પડશે.

કોણે નાણાકીય નિર્ભરતા સાબિત કરવી પડશે?

DoPPW એ સ્પષ્ટ કર્યું છે કે પરિવારના અમુક સભ્યોએ એ સાબિત કરવું ફરજિયાત રહેશે કે તેઓ પોતાના નિર્વાહ માટે મૃતક સરકારી કર્મચારી કે પેન્શનર પર આર્થિક રીતે નિર્ભર હતા.

અવિવાહિત, વિધવા અને છૂટાછેડા લીધેલી પુત્રીઓ

આશ્રિત માતા-પિતા

દિવ્યાંગ ભાઈ-બહેન

વિભાગના જણાવ્યા અનુસાર, કોઈ સભ્ય પોતાની આજીવિકા જાતે કમાઈ રહ્યો છે કે નહીં તે નક્કી કરવા માટે આ જ આવક મર્યાદાને આધાર બનાવવામાં આવશે.

આ પણ વાંચો-15 ડિસેમ્બરથી બદલાઈ જશે મોટર ઇન્સ્યોરન્સના નિયમો: કાર અને બાઇક પોલિસી હવે 4 વિભાગમાં વહેંચાશે, જાણો વિગતવાર

MoneyControl News

MoneyControl News

First Published: Nov 17, 2026 1:47 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.