Fixed Deposits: ફિક્સ્ડ ડિપોઝિટ (FD) લાંબા સમયથી ભારતમાં શ્રેષ્ઠ ઇન્વેસ્ટ ઓપ્શન્સમાંથી એક માનવામાં આવે છે. FD વ્યક્તિઓ અને બિઝનેસમેન માટે રિટર્ન મેળવવા માટે સૌથી સિક્યોર ઓપ્શન પ્રોવાઇડ કરે છે. FDના પોતાના ફાયદા છે પરંતુ લોકો વારંવાર ફરિયાદ કરે છે કે તેમને તેમાં લિક્વીડિટી મળતી નથી. એકવાર તમે નિશ્ચિત સમય માટે ઇન્વેસ્ટ કરી લો, પછી તમે લૉક ઇન થઈ જાઓ છો. તમારી પાસે અમુક દંડ ભર્યા વિના તમારી મૂડી ઉપાડવાનો કોઈ ઓપ્શન નથી.
PNB સુગમ ટર્મ ડિપોઝિટ સ્કીમ (PNB Sugam Term Deposits scheme)
આ યોજના વ્યક્તિઓ (એકલા અથવા સંયુક્ત રીતે), સગીરો માટે ઉપલબ્ધ છે. જેની ઉંમર 10 વર્ષ કે તેથી વધુ છે તે તેના માટે અરજી કરી શકે છે. ડિપોઝિટરએ શરૂઆતમાં ઓછામાં ઓછા રૂપિયા 10,000નું ઇન્વેસ્ટ કરવું પડશે. આ પછી તમે રૂપિયના ગુણાંકમાં ઇન્વેસ્ટ કરી શકો છો. તમે આમાં 100 કરોડ રૂપિયા સુધીનું ઇન્વેસ્ટ કરી શકો છો.
વ્યાજ દર અને ચુકવણીનો ઓપ્શન ડિપોઝિટ પર આધારિત છે. ડિપોઝિટર્સ માસિક, ત્રિમાસિક અથવા વાર્ષિક ધોરણે વ્યાજ મેળવવાનું પસંદ કરી શકે છે. બેન્કમાં છ મહિના કે તેથી વધુ સમય માટે રાખવામાં આવેલી સ્કીમ પર ત્રિમાસિક વ્યાજ મળે છે. આમાં, ઇન્વેસ્ટકારોનું રિટર્ન વધે છે. આમાં પૈસા ઉપાડવા માટે કોઈ ચાર્જ લાગતો નથી.