પ્રાઇવેટ નોકરી કરતા લોકો માટે ખુશખબર: નોકરી છૂટી જશે તો સરકાર 3 મહિના સુધી આપશે 50% પગાર, જાણો ક્યાં સુધી લંબાવાઈ આ સ્કીમ | Moneycontrol Gujarati
Get App

પ્રાઇવેટ નોકરી કરતા લોકો માટે ખુશખબર: નોકરી છૂટી જશે તો સરકાર 3 મહિના સુધી આપશે 50% પગાર, જાણો ક્યાં સુધી લંબાવાઈ આ સ્કીમ

પ્રાઇવેટ નોકરિયાતો માટે મોટા સમાચાર! ESIC ની અટલ બીમિત વ્યક્તિ કલ્યાણ યોજના જૂન 2027 સુધી લંબાવાઈ છે. નોકરી છૂટવા પર 90 દિવસ માટે 50% પગાર મળશે. જાણો આખો નિયમ.

અપડેટેડ 02:39:22 PM Jul 07, 2026 પર
Story continues below Advertisement
આ યોજનાની શરૂઆત વર્ષ 2018 માં એક પાયલોટ પ્રોજેક્ટ તરીકે કરવામાં આવી હતી. ત્યારથી લઈને અત્યાર સુધીમાં તેને ઘણી વખત લંબાવવામાં આવી છે.

જો તમે પ્રાઇવેટ સેક્ટરમાં નોકરી કરો છો, તો તમારા માટે એક ખૂબ જ સારા સમાચાર છે. કર્મચારી રાજ્ય વીમા નિગમ દ્વારા ચલાવવામાં આવતી ખૂબ જ લોકપ્રિય બેરોજગારી ભથ્થાની સ્કીમ એટલે કે અટલ બીમિત વ્યક્તિ કલ્યાણ યોજના ને વધુ એક વર્ષ માટે લંબાવી દેવામાં આવી છે.

તાજેતરમાં ESIC ની 198 મી બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય બાદ હવે આ યોજના 1 જુલાઈ 2026 થી 30 જૂન 2027 સુધી અમલમાં રહેશે. સાદી ભાષામાં કહીએ તો, જો ESI ના દાયરામાં આવતા કોઈ કર્મચારીની નોકરી અચાનક અથવા મજબૂરીમાં છૂટી જાય છે, તો નવી નોકરી શોધતી વખતે સરકાર તેમને આર્થિક મદદ આપવાનું ચાલુ રાખશે.

શું છે અટલ બીમિત વ્યક્તિ કલ્યાણ યોજના ?

આ યોજનાની શરૂઆત વર્ષ 2018 માં એક પાયલોટ પ્રોજેક્ટ તરીકે કરવામાં આવી હતી. ત્યારથી લઈને અત્યાર સુધીમાં તેને ઘણી વખત લંબાવવામાં આવી છે. આ સ્કીમનો મુખ્ય હેતુ એવા નોકરિયાત લોકોને કામચલાઉ આર્થિક રાહત આપવાનો છે, જેઓ અચાનક બેરોજગાર થઈ જાય છે. આ મદદથી કર્મચારીઓ નવી નોકરી શોધતી વખતે ઘરના રોજિંદા ખર્ચા આસાનીથી કાઢી શકે છે.

આ યોજના હેઠળ કેટલો અને શું ફાયદો મળે છે?


જો તમે આ યોજના માટે લાયક છો, તો તમને નીચે મુજબના લાભ મળશે,, બેરોજગારીના સમયગાળા દરમિયાન તમને તમારા સરેરાશ દૈનિક પગારનો 50% ભાગ રોકડ વળતર તરીકે આપવામાં આવે છે. આ આર્થિક સહાય બેરોજગારી દરમિયાન વધુમાં વધુ 90 દિવસ (3 મહિના) માટે જ આપવામાં આવે છે. તમારો ક્લેમ મંજૂર થયા પછી, ભથ્થાની પૂરેપૂરી રકમ સીધી તમારા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવે છે.

આ બેરોજગારી ભથ્થાનો ક્લેમ કોણ કરી શકે?

આ યોજનાનો લાભ લેવા માટે કર્મચારીએ ESIC ની કેટલીક શરતો પૂરી કરવી પડે છે. કર્મચારી ફરજિયાતપણે કર્મચારી રાજ્ય વીમા યોજના હેઠળ કવર હોવો જોઈએ.નોકરી છૂટતા પહેલાના નક્કી કરેલા સમયગાળા દરમિયાન કર્મચારીનો ESI ફાળો જમા થયેલો હોવો જોઈએ. સૌથી મોટી અને ખાસ શરત એ છે કે, નોકરી તમારી મરજી વિરુદ્ધ છૂટી હોવી જોઈએ. (ઉદાહરણ તરીકે: કંપની કે ફેક્ટરી બંધ થઈ જવી, છટણી થવી, અથવા નોકરી સિવાયની કોઈ ઇજાને કારણે કાયમી વિકલાંગતા આવવી.)

કોને નહીં મળે આ યોજનાનો લાભ?

જો નીચે મુજબની કોઈ સ્થિતિ હશે, તો કર્મચારી આ ભથ્થા માટે ક્લેમ કરી શકશે નહીં. જો કર્મચારીએ પોતાની મરજીથી રાજીનામું આપ્યું હોય.કર્મચારીએ સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લીધી હોય. ઓફિસમાં કોઈ ગેરવર્તન કે ખરાબ વર્તનના કારણે નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હોય. કોઈ ગેરકાયદેસર હડતાળમાં ભાગ લેવાને કારણે નોકરી ગઈ હોય.

બેરોજગારી ભથ્થા માટે અરજી કેવી રીતે કરવી?

લાયક કર્મચારીઓ આ યોજનાનો લાભ લેવા માટે ESIC દ્વારા નક્કી કરેલા ફોર્મેટમાં અરજી ફોર્મ ભરી શકે છે. ફોર્મની સાથે જરૂરી દસ્તાવેજો પણ જમા કરાવવાના રહેશે. ESIC ના અધિકારીઓ દ્વારા તમારા ક્લેમની તપાસ અને વેરિફિકેશન પૂરું થયા પછી, બેરોજગારી ભથ્થાના પૈસા સીધા તમારા રજિસ્ટર્ડ બેંક ખાતામાં મોકલી દેવામાં આવે છે.

આ પણ વાંચો- ITR Filing: HRA ક્લેમ કરનારાઓ માટે મોટો ફેરફાર, ફોર્મમાં 'બીજું એડ્રેસ' નહીં આપો તો અટકી જશે રિફંડ, જાણો નવો નિયમ

MoneyControl News

MoneyControl News

First Published: Jul 07, 2026 2:39 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.